ટેક્સાસમાં ભારતની ચાર મહિલાઓ સાથે અમેરિકામાં વંશીય ભેદભાવ
વોશ્ગિંટન : અમેરિકાના ટેક્સાસમાં ભારતીય મૂળના ચાર અમેરિકન મહિલાઓ સાથે વંશીય ભેદભાવ થયો હતો અને એક મેક્સિકન-અમેરિકન મહિલાએ ગન બતાવીને આ મહિલાઓને ધમકી આપી હતી. એટલું જ નહીં, ગો બેક ટુ ઈન્ડિયાનો નારો પણ આ આરોપી મહિલાએ લગાવ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ભારતીય નાગરિકો સામે અમેરિકામાં વંશીય ભેદભાવ અને નફરતના બનાવો વધ્યા છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ચાર ભારતીય મૂળની મહિલાઓ સાથે એક મેક્સિકન અમેરિકન મહિલાએ ગેરવર્તન કર્યું હતું અને તેમને ગન બતાવીને ધમકી આપી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એ વીડિયો પ્રમાણે મહિલા બોલતી સંભળાય છે કે ગો બેક ટુ ઈન્ડિયા, હું ભારતીયોને નફરત કરું છું. તમે લોકો આવીને અમેરિકાને બરબાદ કરો છો. તમે માત્ર તમારા સારા ભવિષ્યના સ્વાર્થ માટે અમેરિકામાં આવો છો. હું જ્યાં જાઉં છું ત્યાં તમે ભારતીયો હાજર હોવ છો. જો ભારત એટલું જ મહાન છે તો તમે અહીં શું કામ આવો છો?
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. એ પછી ભારતીય નાગરિકોમાં આક્રોશ ફેલાયો હતો. ભારતીય સંગઠનોએ આ ઘટનાને બહુ જ ગંભીર અને નિરાશાજનક ગણાવી હતી. વીડિયોના કારણે ઓળખ થઈ ગઈ હોવા છતાં આરોપી મહિલા સામે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી. આરોપી મહિલા સામે યોગ્ય પોલીસ કાર્યવાહીની માગણી ભારતીય નાગરિકોમાં ઉઠી છે.
સોશિયલ મીડિયામાં એક મહિલાએ સૌપ્રથમ વખત આ વીડિયો શેર કરીને લખ્યું હતું કે આ ઘટના મારી મમ્મી અને તેની ત્રણ મિત્રો સાથે બની હતી. વીડિયો જે ભારતીય મૂળની મહિલા દેખાય છે તેણે આરોપી મહિલાને વિરોધ ન કરવા અને ગાળી ન દેવાની વિનંતી કરી હતી. આરોપી મહિલાએ ગાળાગાળી કરવા ઉપરાંત ભારતીય મૂળના અમેરિકન મહિલાઓ સાથે ઝપાઝપી પણ કરી હતી અને ગન બતાવીને ધમકી આપી હોવાનો આરોપ પણ લાગ્યો છે.
Your comment is awaiting moderation.
canadian pharmacy no scripts