એરપોર્ટ પર કારમાં જ ઋતિક રોશને ગર્લફ્રેન્ડને કરી લિપલોક કિસ
ઋતિક રોશન અને સિંગર સબા આઝાદ ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. તેમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે જોઇને ઋતિકના પ્રશંસકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યો છે.
વાતએમ બની છે કે, ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી ફોટોગ્રાફરે ઋતિક રોશન અને સબા આઝાદનો એક વીડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, હૃતિક અને સબા એક કારમાં આવી રહ્યા છે. આ પછી ઋતિક કારમાંથી બહાર નીકળી છે ત્યારે આ પ્રેમી યુગલે એક બીજાને લિપ કિસ આપે છે. અને હૃતિક એરપોર્ટની અંદર જતો રહે છે. આ પછી મીડિયા યુઝર્સોએ તેમના આ વર્તન પર અનેક ટીપ્પણીઓ કરી છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઋતિક રોશન અને સબા આઝાદ એક જ કારમાં મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતા. ત્યારબાદ ઋતિક તેની લેડી લવ સબાને લિપ લોક કરતો જોવા મળે છે. બાદમાં ઋતિક રોશન એરપોર્ટ તરફ ચાલતો જોવા મળે છે.
વીડિયો પરથી અંદાજ લગાવી શકાય છે કે સબા આઝાદ તેના બોયફ્રેન્ડ ઋતિક રોશનને એરપોર્ટ પર છોડવા માટે આવી હતી. ઋતિક રોશન અને સબા આઝાદનો આ કિસિંગ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ઋતિક રોશન અને સબાના આ રોમેન્ટિક વીડિયો પર ચાહકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
એકયુઝરે લખ્યું છે કે,આ લોકોને જાહેરમાં આ રીતે કિસ કરવામાં કોઇ શરમ જ નથી.
તો વળી અન્ય એક યુઝરે લખ્યુ છે કે, લાગે છે કે, ઘરેથી નીકળતી વખતે બન્ને જણા ઘરેથી નીકળતી વખતે કિસ કરવાનું ભૂલી ગયા હશે.
તો વળી અન્ય એકકારનો દરવાજો ખોલીને કિસ કરવાનો મતલબ શું ? આવી રીતે કોણ કિસ કરે ?