આ ગામનો દરેક પરિવાર છે કરોડપતિ, જાણો કેવી રીતે?
હિમાચલના આ ગામની વાત સાંભળીને તમને ચોક્કસ નવાઈ લાગશે. કારણ કે આ ગામના દરેક પરિવાર કરોડપતિ છે. હિમાચલની રાજધાની શિમલાથી લગભગ 90 કીમી દુર મડાવગ ગામ આવેલુ છે. આ ગામના લોકોની લાઈફ સ્ટાઈલ જોતા આપણને ચોક્કસ એવુ થશે કે આમ કેવી રીતે થઈ શકે. આ લોકોની રહેણીકરણી ઘર અને મોંઘી ગાડીઓ જોતા તમે કહી જ ન શકો કે આ આખુ ગામ ખેતી પરની આવક પર નિર્ભર હશે.
પરંતુ હા આ સાચી વાત છે કે 230 પરિવારવાળા આ ગામની કિસ્મત ખેતીના વ્યવસાયથી બદલાઈ ગઈ છે. આ ગામ વર્ષે 175 કરોડના સફરજન વેચે છે. અહી રહેતો દરેક ખેડુત કરોડપતિ છે. આ સાથે મહત્વની વાત એ છે કે આ ગામનાં ખેડુત પરિવાર વર્ષે 35 થી 80 લાખ રુપિયા સુધીની કમાણી કરે છે. આ ઉપરાંત નવાઈની વાત એ છે કે આ ગામ એશિયાનું સૌથી અમીર ગામ કહેવાય છે.
આ પહેલા મડાવગ ગામના લોકો બટાકાની ખેતી કરતાં હતા અને આ પછી વર્ષ 1953-54 દરમ્યાન ગામના આગેવાન રામ મહેતાએ સફરજનની ખેતી શરુ કરી. એટલુ જ નહી તેમણે ગામના અન્ય લોકોને પણ આ સફરજનની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા. ત્યાર બાદ ધીરે ધીરે ગામના દરેક લોકો આ ખેતી કરવા લાગ્યા. અને વર્ષ 2000 પછી મડાવગના સફરજનની સમગ્ર ભારતમાં વખણાવા લાગ્યા અને જોત જોતામાં આ ગામે નવી ઓળખ ઊભી કરી.
હાલમાં અહી આ સફરજનની ખેતીમાં હાઈ ડેન્સીટી પ્લાન્ટ જેવા આધુનિક યંત્રોની મદદથી ખેતી કરવામાં આવે છે. અહી રહેતો દરેક ખેડુત કરોડપતિ છે. આ સાથે મહત્વની વાત એ છે કે આ ગામનાં ખેડુત પરિવાર વર્ષે 35 થી 80 લાખ રુપિયા સુધીની કમાણી કરે છે.
મડાવગ ગામના લોકોની મહેનત સફળતા લાવી. મડાવગના સફરજનની ક્વોલિટી ખુબ જ સરસ હોય છે. અને તેના કારણે આ સફરજન ઉંચા ભાવમાં વેચાઈ જાય છે. આ સાથે મડાવગના સફરજનની વિદેશમા પણ ખુબ માંગ વધી છે
એક માહિતી પ્રમાણે મડાવગ પહેલા શિમલા જીલ્લાના ક્યારી ગામ એશિયામાં સૌથી અમીર ગામ હતું. પરંતુ હવે આ મડાવગ ગામના લોકોની મહેનત રંગ લાવી, જેથી હવે મડાવગ એશિયામાં સૌથી ધનિક ગામનો દરજ્જો ધરાવે છે.