ગુજરાતના ઝીંઝુવાડાના આ ક્ષત્રિય પરિવારનો અમેરિકામાં ડંકો
ગુજરાતના ઝીંઝુવાડા ક્ષત્રિય પરિવારનો અમેરિકામાં ડંકો વાગ્યો છે. આ સમગ્ર ક્ષત્રિય પરિવાર અમેરિકામાં ટોચના સ્થાને ફરજ બજાવે છે. ઝીંઝુવાડાના કનકસિંહ ઝાલાની ઇન્ડિયન એસોસિયેશન ઓફ લોસ એંજલસના ઉપપ્રમુખ અને એમના પત્નિ ફાલ્ગુનીબા ઝાલાની કલ્ચરલના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અને એમની દીકરી અમેરિકન આર્મિમાં ન્યુકેલિયર સ્પેશ્યાલિસ્ટ તરીકે ફરજ બજાવે છે.
આજના હરીફાઇવાળા યુગમાં દીકરીઓ પણ પુરૂષ સમોવડી બની ચંદ્ર પર પહોંચીને વિશ્વ લેવલે ડંકો વગાડ્યો છે. ત્યારે ગુજરાતના રણકાંઠાના સૌથી છેવાડાના ઐતિહાસિક ઝીંઝુવાડા ગામના કનકસિંહ ઝાલા અને ફાલ્ગુનીબા ઝાલાની 20 વર્ષની દીકરી દેવકીબા ઝાલાએ અમેરિકન આર્મીની 3 મહિનાની ખુબ જ આકરી ટ્રેનીંગ પૂર્ણ કરી એડવાન્સ ઇન્ડીવીજ્યુલ ટ્રેનીંગ (AIT)માં પ્રવેશ મેળવી CBRN ( કેમિકલ, બાયોલોજિકલ, રેડીયોલોજિકલ અને ન્યુકેલિયર ) સ્પેશ્યાલિસ્ટ બની હાલમાં અમેરિકન આર્મીમાં સેવા બજાવી રહી છે.
વધુમાં ઝીંઝુવાડાના અને અમેરિકામાં વસવાટ કરતા કનકસિંહ ઝાલાના ભાઇ ઘનશ્યામસિંહ ઝાલાનો દીકરો જયદેવસિંહ ઝાલા પણ હાલમાં અમેરિકન એરફોર્સમાં ફરજ બજાવવાની સાથે ઝીંઝુવાડા ગામનું અને ઝાલા ક્ષત્રિય સમાજનું નામ સાત સમંદર પાર પહોંચાડી ગૌરવ વધાર્યું છે.
અમેરિકાના લોસ એંજલસમાં બે દિવસ અગાઉ યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ઝીંઝુવાડાના કનકસિંહ ઝાલાની ઇન્ડિયન એસોસિયેશન ઓફ લોસ એંજલસના ઉપપ્રમુખ અને એમના પત્નિ ફાલ્ગુનીબા ઝાલાની કલ્ચરલના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
આ અંગે મૂળ ગુજરાતનાં ઝીંઝુવાડાના કનકસિંહ ઝાલાએ ગર્વભેર જણાવ્યું કે, અમેરિકામાં વસતા ભારતીય સમુદાયનો લોકો અને એમાંય અહીં વસતા ગુજરાતીઓના સાથ સહકારથી અમને અહીં બેઠા દરેક ભારતીય લોકોની સેવા કરવાનો અમૂલ્ય મોકો મળ્યો છે.