GUJARAT

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના રોયલ વેડિંગમાં 10 દેશની 100 સ્પેશિયલ ડિશ

કિઆરા-સિદ્ધાર્થનાં લગ્નનાં ફંક્શન શરૂ થઈ ગયાં છે. જેસલમેરની હોટલ સૂર્યગઢમાં વરરાજા-દુલ્હનની માતા, કાકી, મામી, ભાભી તથા બહેન સાથે મળીને નાચતાં-ગાતાં લગ્નની વિધિઓ કરી રહ્યાં છે. સિદ્ધાર્થનાં નાની પણ દોહિત્રનાં લગ્નને કારણે ઉત્સાહમાં છે. સિદ્ધાર્થ-કિઆરાનાં લગ્નમાં સામેલ થવા મિત્રો તથા સંબંધીઓ જેસલમેર આવી ગયા છે અને તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્નમાં 10 દેશોની 100થી વધુ ડિશ બનાવવામાં આવી છે.

લગ્નનાં દરેક ફંક્શન માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે. સંગીત સેરેમની માટે DJ ગણેશ આવ્યો છે. કિઆરાની મિત્ર ઈશા અંબાણીનાં લગ્નમાં પણ DJ ગણેશ હતો. લગ્ન બાદ સિદ્ધાર્થ તથા કિઆરા વેડિંગ કેક કટ કરશે. આ કેક બનાવવા માટે મુંબઈથી રાહુલ સહદેવ તથા પ્રણય સુભાષ આવ્યા છે.

છ ફેબ્રુઆરીએ સંગીત સેરેમની યોજાશે. મિત્રો તથા પરિવારના સભ્યો ડાન્સ પરફોર્મન્સ આપાવના છે. DJ ગણેશે 30થી વધુ દેશમાં પરફોર્મ કર્યું છે. DJ ગણેશ બાદ હરિ અને સુખમણિ બેન્ડને બોલાવવામાં આવ્યું છે. આ બેન્ડે કેટરીના-વિકીનાં લગ્નમાં પરફોર્મ કર્યું હતું. હરિ તથા સુખમણિ અંગ્રેજી તથા પંજાબી ગીતોને મિક્સ કરીને ગાય છે. આ બેન્ડનાં લોકપ્રિય ગીતો ‘મધનિયા’, ‘છલ્લા’, ‘બૂહે બરિયા’, ‘યારિયાં’ સામેલ છે. બંનેએ સાથે મળીને 10 ગીતો બનાવ્યાં છે. લગ્નમાં આવેલા મહેમાનો માટે રાજસ્થાની કલ્ચર નાઇટ પણ યોજવામાં આવશે.

કિઆરાના ભાઈ મિશાલે બહેનની સંગીત સેરેમની માટે સ્પેશિયલ ગીત તૈયાર કર્યું છે. મિશાલ રેપર, કમ્પોઝર તથા મ્યૂઝિક ડિરેક્ટર છે. નવેમ્બર, 2022માં તેનો પહેલો ટ્રેક ‘નો માય નેમ’ રિલીઝ કર્યો હતો.

મહેમાનો માટે 10 દેશની 100થી વધુ ડિશ બનાવવામાં આવશે. 50થી વધુ સ્ટૉલ પર 500 વેઇટર વ્હાઇટ ડ્રેસકોડમાં મહેમાનોને ભોજન પીરસશે. 150થી વધુનો ટેક્નિકલ સ્ટાફ તથા એક્સપર્ટ દિલ્હી-મુંબઈથી આવ્યા છે. ભોજનમાં ઈટાલિયન, ચાઇનીઝ, અમેરિકન, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, રાજસ્થાની, પંજાબી, ગુજરાતી ફૂડ સામેલ છે. રાજસ્થાની ડિશમાં દાલ-બાટી-ચૂરમા, બાજરાનો રોટલો ખીચડી સામેલ છે. મીઠાઈમાં જેસલમેરના ઘોટવા લાડવા છે. સિદ્ધાર્થ પંજાબી હોવાથી પંજાબી ડિશ પણ રાખવામાં આવી છે, જેમાં મકાઈનો રોટલો, પાલક-સરસોનું શાક, છોલે ભટૂરે સામેલ છે. બ્રેકફાસ્ટ, લંચમાં પણ અનેક ડિશ રાખવામાં આવી છે.

ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ લગ્નમાં પ્રાઇવસી રહે તે માટે વેઇટરની ટીમને મુંબઈ-દિલ્હીથી બોલાવી છે. લગ્નમાં સ્થાનિક લોકોને કોઈ પણ કામ આપવામાં આવ્યું નથી. 200 વેઇટર મુંબઈથી તો 300 દિલ્હીથી આવ્યા છે. વેઇટરે વ્હાઇટ પેન્ટ-શર્ટ તથા માથે પાઘડી પહેરી છે.

કિઆરા ચાર ફેબ્રુઆરીના રોજ મુંબઈથી જેસલમેર આવી હતી. તેની સાથે પિતા જગદીપ, માતા ગેનેવિવ, ઈશાન અડવાણી, દાદી આવ્યાં હતાં. આ ઉપરાંત તેનો ભાઈ સાંજે આવ્યો હતો. કાકી સુમિતા, કાકા હરિશ, નાની વેલેરી, માસી શાહિન, કઝિન સિસ્ટર ઈશિતા, જીજાજી કર્મા પાંચ ફેબ્રુઆરીએ આવ્યાં હતાં. કરન જોહર, શાહિદ કપૂર-મીરા રાજપૂત, ઈશા અંબાણી- આનંદ પિરામલ, જૂહી ચાવલા-જય મહેતા, કોરિયોગ્રાફર શબીના ખાન, બિઝનેસવુમન ઝેબા કોહલી, એક્ટર ઈશાન ચંડોક પણ આવ્યાં છે.

સિદ્ધાર્થના પરિવારમાંથી પિતા સુનીલ, માતા રિમા, ભાઈ હર્ષદ, ભાભી પૂર્ણિમા ચાર ફેબ્રુઆરીએ રાત્રે આઠ વાગ્યે આવ્યાં હતાં. છ ફેબ્રુઆરીએ મામા જયદીપ ભલ્લા, મામી એરાસેલી, નાની હરચરન ભલ્લા, ભત્રીજી અવાની, ફોઈ અંબિકા હોરા, ફૂઆ અશોક હોરા, કઝિન રોહન મલ્હોત્રા, મોમિના નૂર, ઈશિતા ભારદ્વાજ, વૈભવ ભારદ્વાજ, ફોઈનો દીકરો અર્જુન, અર્જુનની પત્ની ઝોયા, ભત્રીજો અધિરાજ આવ્યાં હતાં.

સિદ્ધાર્થના મહેમાનોનું લિસ્ટ લાંબું છે. સિદ્ધાર્થની મમ્મીની ફ્રેન્ડ્સ દિલ્હી-પંજાબથી આવી છે. સિદ્ધાર્થ-કિઆરાના ગેસ્ટ લિસ્ટમાં કરન જોહર કોમન હતો. સિદ્ધાર્થે સોનાક્ષી સિંહા, પ્રોડ્યૂસર આરતી શેટ્ટી, પૂજા શેટ્ટી, અમપ્રીતપાલ સિંહ બિંદ્રા, ડિરેક્ટર સકૂન બત્રા, એક્ટ્રેસ ગૌરી બબ્બર, એક્ટર રોહિત બક્ષી, રમીન્દ્ર બેદી, ક્રિપી બેદી, કાજલ આનંદ, એક્ટર કરન વોહરા-રિયા વોહરા વગેરે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *