પહેલા જે હેન્ડમ યુવક હતો એ હવે છે હોટ ‘હિરોઈન’, આરવ પટેલ બની ગયો આયશા પટેલ
સુરતમાં પુરૂષના માથાના વાળથી લઈને પગના નખ સુધીની સંપૂર્ણ સર્જરી કરી મહિલા બનાવવાની સર્જરી થઈ છે. જેમાં એક પુરુષને મહિલા તરીકે શારીરિક રૂપ આપવામાં આવ્યું છે. મુંબઈમાં જન્મેલા અને રહેતા આરવ પટેલે 20 લાખ રૂપિયાના ખર્ચે 10 સર્જરી કરાવી છે જેથી તે પુરુષમાંથી મહિલા (આયશા) બની ગયો છે. આરવે આ સર્જરી સુરત ખાતે કરાવી છે.
આરવ જ્યારે નાનો હતો ત્યારે તેને છોકરાઓની જગ્યાએ છોકરીઓના વસ્ત્રો પહેરવા ખૂબ જ ગમતા હતાં. તેને ઢીંગલીઓ વધારે ગમતી હતી. નાનાપણમાં ખબર ન હતી કે તેને આવું શા માટે થઈ રહ્યું છે. પરિવારે તેના લગ્ન પણ બળજબરીથી એક યુવતી સાથે કરાવી તો દીધા પણ આખરે તેને છૂટાછેડા લેવા પડ્યાં હતાં. આરવ જાણતો હતો કે તે શારીરિક રીતે પુરુષ છે પરંતુ તે અંદરથી એક મહિલા છે.
આરવ પટેલની સુરતના રહેવાસી રોહન પટેલ સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. બન્ને વચ્ચે નિકટતા વધતી ગઈ અને વાત લગ્ન સુધી પહોંચી હતી. રોહન પટેલ અને આરવ પટેલે લગ્ન કરી લીધાં હતાં. ત્યારબાદ બંનેએ પોતાની મરજીથી સર્જરી કરાવી મહિલા બનવાની સંમતિ આપી હતી. આરવ પટેલ એટલે આયશા પટેલે જણાવ્યું હતું કે જ્યારે તે 6 વર્ષનો હતો ત્યારે તેને ખબર પડી કે તેને છોકરાઓને ગમતી વસ્તુ નહીં પરંતુ છોકરીઓને ગમતી વસ્તુઓ પસંદ છે. હું પહેલેથી જ જાણતો હતો કે મારી અંદર એક મહિલા છે. મેં મારા પતિ સાથે વાત કરી અને પછી અમે નક્કી કર્યું કે હવેથી હું એક મહિલા બની જઈશ. હું ખૂબ જ ખુશ છું કે મેં જે સ્વપ્ન જોયું હતું તે સાકાર થયું છે અને હું સંપૂર્ણપણે સ્થાયી જીવન જીવી રહી છું. હું મારા પતિ સાથે ખૂબ ખુશ છું.
સુરતમાં પ્રથમવાર કોઇ પુરુષને સ્ત્રી સંપૂર્ણ રીતે બનાવવામાં આવી હોય તેવી સર્જરી કરાવી છે. અત્યાર સુધી અમદાવાદ-વડોદરા મુંબઈમાં સર્જરી થતી હતી. ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી. પેનેલમાં શામેલ પ્લાસ્ટિક સર્જને જણાવ્યું હતું કે ટ્રાન્સજેન્ડરનો અર્થ છે કે આપણે નિયમિત રીતે એક પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ બનાવવાની સર્જરી. પરંતુ, બોટમ સર્જરી એટલે કે સેક્સ ચેન્જ માટેની છેલ્લી સર્જરી, અમે સુરતમાં પહેલીવાર કરી છે. સર્જરીમાં મોટા આંતરડામાંથી યોનિમાર્ગ બનાવવા માટે રેક્ટો સિગ્મોઇડ યોનિઓની પ્લાસ્ટિક સર્જરી થાય છે. સૌ પ્રથમ આપણે તેની બ્રેસ્ટ સર્જરી કરીએ છીએ. જેમાં સ્તન બનાવવામાં આવે છે અથવા જો તે સ્ત્રી હોય તો તેના સ્તનને દૂર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ 2 વર્ષનો સમય લાગે છે. નાની સર્જરીઓ પણ છે જે તેને સંપૂર્ણપણે રૂપાંતરિત કરવા માટે કરવામાં આવે છે.
રોહન અને આરવ વચ્ચેનો પ્રેમ પાંગરવા લાગ્યો. અને તેઓએ પણ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. જોકે રોહનના સહકાર અને વિશ્વાસથી આરવે પોતાની સર્જરી કરવાનું નક્કી કર્યું. અને તે પણ સંપૂર્ણ સર્જરી. જેમાં માથાના વાળથી લઈને પગના નખ સુધી તે એક સ્ત્રીમાં પરિવર્તિત થયો હતો. અત્યારસુધી આ સર્જરીઓ દેશના અલગ અલગ શહેરોમાં થતી હતી. પણ સુરતમાં પહેલીવાર આ સર્જરી થઈ હતી. સતત બે વર્ષ સુધી ચાલ્યા બાદ 1 મહિના પહેલા આ સર્જરી સંપૂર્ણ કરવામાં આવી હતી અને આજે આરવ આલિશા બની ગઈ છે.
સર્જરીના માટે મનોચિકિત્સક અને પરિવારની સંમતિ અને સોગંદનામું લેવામાં આવે છે. શસ્ત્રક્રિયા પહેલા દર્દીનો બાહ્ય દેખાવ બદલવો ખુબ જરૂરી છે. જેમાં દર્દીની હેડ લાઈન, નાક, જડબાનો આકાર, કંઠનો અવાજ, છાતી, અને વાળની લેસર ટેક્નિકથી સર્જરી થાય છે. તેમને હોર્મોન થેરાપી પણ આપવામાં આવે છે. બાદમાં મનોચિકિત્સક પાસેથી તેઓ આ સર્જરી માટે વાસ્તવમાં તૈયાર છે કે કેમ તે માટે પણ સેશન કરવામાં આવે છે. બ્રેસ્ટ સર્જરી ટોપમાં કરવામાં આવે છે. જ્યારે જનનાંગ સર્જરી બોટમ સર્જરીમાં કરવામાં આવે છે.
તબીબો દ્વારા આરવની રેક્ટો સિગ્મોઇડ યોનિઓની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. જે સુરતમાં પહેલીવાર કરવામાં આવી છે. જેમાં પુરુષના પ્રાઇવેટ પાર્ટ પણ બદલીને સ્ત્રીના કરવામાં આવે છે. બાહ્ય દેખાવ પછી આ બોટમ સર્જરીના ભાગરૂપે આપે છે. જેમાં યોનિમાર્ગ પેસેજ બનાવવા માટે તેમના શિશ્નની આગળની ચામડી કાપવામાં આવે છે, પરંતુ આમાં, યોનિમાર્ગ માર્ગ ઓછો થાય છે અને સમય જતાં તે સંકોચાઈ જાય છે અને અંદરથી સૂકી રહે છે. જોકે, રેક્ટોસિગ્મોઇડ રેક્ટો સિગ્મોઇડ યોનિઓની પ્લાસ્ટિક ઉર્ફે સિગ્મોઇડ કોલન વજાઈનોપ્લાસ્ટિક યોનિમાર્ગના અસ્તર બનાવવા માટે સિગ્મોઇડ કોલોનના એક વિભાગનો ઉપયોગ કરે છે. આ કેસમાં પુરુષના જનનાંગ કાપીને સ્ત્રીના જનનાંગમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા.
આખી સર્જરી પાછળનો ખર્ચ અંદાજે 20 લાખ જેટલો થાય છે. જેના માટે બેથી અઢી વર્ષનો સમયગાળો થાય છે. સુરતમાં પહેલી વખત આ સર્જરી કરવા માટે તબીબોએ પણ તેમને માનસિક રીતે તૈયાર કર્યા હતા. કારણ કે તેમાં દર્દીને કોઈ નુકશાન ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. પણ જ્યારે આરવ આયશા બની ગયો ત્યારે તેની ખુશીનો કોઈ પાર નહોતો. રોહન અને આયશા આજે બંને ખુશ છે કારણ કે તેઓ જેવી રીતે જીવવા માંગતા હતા તે હવે ડોક્ટરોને કારણે શક્ય બન્યું છે. આયશા અને રોહન આજે તેમની દુનિયામાં ઘણા ખુશ છે.
સર્જરી દરમિયાન, જો દર્દી સ્ત્રી બનવા માંગે છે, તો સ્તન સર્જરી કરવામાં આવે છે જેમાં તેમની છાતીના વિસ્તારમાં સ્તન પ્રત્યારોપણ કરવામાં આવે છે. અથવા જો દર્દી માણસ બનવા માંગે છે, તો શસ્ત્રક્રિયા દ્વારા સ્તનને દૂર કરીને છાતી બનાવવામાં આવે છે. જે બાદ તેઓએ એક વર્ષ વિપરીત લિંગના કપડાં પહેરીને સમાજમાં રહેવું પડે છે. ટોપની શસ્ત્રક્રિયા પછી દર્દીએ સમાજ અને આસપાસના વાતાવરણમાં સમાયોજિત થવા માટે શરીરમાં થતા ફેરફારો સાથે જીવન જીવવું પડે છે. ટોપની શસ્ત્રક્રિયા ઉલટાવી શકાય છે, પરંતુ નીચેની શસ્ત્રક્રિયા સંપૂર્ણપણે બદલી ન શકાય તેવી છે.