ગુજરાતના બિઝનેસમેને કરાવ્યા દીકરીઓના જાજરમાન લગ્ન, મહેમાનો પણ મોંમા આગળાં નાખી ગયા

સુરતના ડાયમંડ કિંગ ગોંવિંદ ધોળકીયાની કંપની SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા મોટા વરાછા ગોપીન ગામ ખાતે યોજાયેલ પ્યોર સમૂહ વિવાહમાં 70 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા હતા. જેમાં 3 લાખથી વધુનો તો કરિયાવર આપવામાં આવ્યો હતો. લગ્ન પણ એટલા જાજરમાન હતા કે હાજર રહેલા મહેમાનો હિતેન કુમાર અને જાનકી બોડિવાલા પણ જોતા રહી ગયા હતા.

દીકરીના જીવનમાં પોતાના લગ્ન એ સૌથી મહત્વનો પ્રસંગ હોય છે. ત્યારે તેમના જીવનના સૌથી વધારે ખુશીના દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહીને આશીર્વાદ આપતા હોય તેનાથી વિશેષ બીજું શું હોઈ શકે.

27 વર્ષમાં ઘણું બધું પરિવર્તન અને સમાજમાં સમૃદ્ધિ જોવા મળી રહી છે સમાજ ઘણો આગળ વધી ગયો છે. સમૂહલગ્ન નહીં પરંતુ પોતાના જ પરિવારમાં લગ્ન હોય તેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે.

2015 રામકથાનું આયોજન કર્યું ત્યારે પ્રથમ વખત પ્યોર સમૂહ વિવાહનું આયોજન કર્યું હતું. આજે સાતમો સમૂહ લગ્ન છે અત્યાર સુધીમાં 650 યુગલોને પરણાવવાની તક મળી છે.

જેના પર અત્યંત પ્રભુની કૃપા હોય તેના ઘરે જ દીકરીનો જન્મ થાય છે. જેના ઘરે દીકરી હોય તેને જ કન્યાદાનનો લાભ મળે છે. પરંતુ આજના દિવસે 70 દીકરીઓના કન્યાદાનો અવસર પ્રાપ્ત થયો છે તે પણ ઈશ્વરની કૃપા જ કહેવાય.

ગોવિંદભાઈ ધોળકિયાએ કહ્યું હતું કે 10 દીકરીઓના પિતા લાભુભાઈ શેલીયાનું સન્માન કરાયું, અમે શેલીયા પરિવારનો વિષય સન્માન કર્યું કારણ કે આજે બેટી બચાવો બેટી પઢાવોના નારા ચાલી રહ્યા છે ત્યારે આ શેલીયા પરિવાર દ્વારા દસ દીકરીઓને ઉછેરીને દસ પરિવારમાં આપવામાં આવી છે.

10 ઘર બંધાયા છે ત્યારે આ દીકરીઓવાળુ પરિવાર સન્માનને પાત્ર છે. કારણ કે આજે એક કે બે સંતાન ઉછેરવામાં પણ માતા-પિતાને તકલીફો અનુભવતા હોય છે ત્યારે શેલીયા પરિવારે 10-10 દીકરીઓને ઉછેરીને કાબેલ બનાવી છે.

પ્યોર સમૂહ વિવાહનો અર્થ કરતા સવજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, આજની મોંઘવારીમાં અને અત્યારના સમયમાં એક કન્યાનું દાન કરવું પણ મુશ્કેલ હોય ત્યારે 70 કન્યાઓને એક સાથે પરણાવી તે સામાન્ય વાત નથી ભાગ્યશાળી હોય તેને જ હોય તક મળે છે.

પ્યોર લગ્ન એટલા માટે કે કોઈપણ પ્રકારનો સ્વાર્થ નથી અને પરણાવવાની જવાબદારી પણ નથી છતાં હરખથી લગ્ન કરાવવા તે આનંદની વાત છે. પોતાના સંતાનો નો પ્રસંગ હોય તેવા ભાવથી દરેક વ્યક્તિ કામ કરતા જોવા મળી રહ્યા છે. ખરા અર્થમાં લક્ષ્મીનો સદઉપયોગ કર્યો કહેવાય.

આ સમૂહ લગ્નમાં બે દીકરીઓના લગ્ન હતા. તે 10 દીકરીઓના પિતા લાભુભાઈ શેલીયાનું સન્માન કરાયું હતું. વિવિધ ક્ષેત્રે સફળ થયેલ મહિલાઓનું સન્માન કરાયું હતું. રાજકીય સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓ તેમજ 12000 જેટલા લોકો હાજર રહ્યા હતા. દરેક મહિનાની તુલસીનો છોડ આપી સ્વાગત કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *