યુવક ગરબા રમતા અચાનક ઢળી પડ્યો, પરિવાર જનોમા ઘેરો શોક
તારાપુર : તારાપુર શિવશક્તિ સોસાયટી ખાતે નવરાત્રી દરમ્યાન ગરબા રમતો યુવક મોતને ભેટયો હોવાનો વિડિયો વાઇરલ થતા ગરબા મંડળોમાં ધેરા શોકની લાગણી પ્રવર્તી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ તારાપુર મોરજ રોડ ઉપર આવેલ શિવ શક્તિપાર્ક સોસાયટીમાં ગરબાનુ આયોજન કરવા માં આવેલ હતુ. તે સમયે યુવક ગરબા રમતા રમતા અચાનક ઢળી પડયો હોવાનો બનાવ બન્યો હતો.
યુવક ચાલુ ગરબામા ઢળી પડતા યુવક ને સ્થીનિકો દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે લઇ જવા માં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ જતા પહેલા યુવક મોતને ભેટયો હોવા નું જાણવા મળે છે. હાલ મોતના બનાવને લઇ પરિવાર જનોમા ઘેરો શોક વ્યાપિ જવા પામ્યો છે.
તારાપુર પંથકનો લાઇવ વિડીઓ જોઈને ગરબા આયોજકો દ્વારા પરિવાર જનોને શાંતી મળે તેવી પ્રાથના કરવામા આવી હતી તેમજ પરિવાર ઉપર આવેલ આફતમા દુઃખ સહન કરવાની શક્તિ માતાજી આપે તેવી પ્રાર્થના કરવામા આવી હતી.