એરપોર્ટ પર પ્રવાસીનું ફ્રૂટનું ખોખું ખોલ્યું તો અંદરની નીકળ્યા કરોડો રૂપિયા
મુંબઇ : દુબઇ જઇ રહેલા ભારતીય પ્રવાસી પાસેથી મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ્સે રૂપિયા 1.5 કરોડનું વિદેશી ચલણ જપ્ત કર્યું હતું. ચલણી નોટોમા યુએસ ડોલર, બ્રિટિશ- પાઉન્ડ, રિયાલ અને દિરહામનો સમાવેશ થાય છે. વિદેશી ચલણ ફળોનાં કાર્ટનની વચ્ચે છૂપાવવામાં આવ્યું હતું.
આ પ્રવાસીને પકડીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કસ્ટમ્સ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી ખતીબ રહીમ મૂળ કર્ણાટકનો રહેવાસી છે તે દુબઇ જઇ રહ્યો હતો. પૂછપરછ દરમિયાન ખતીબે કબૂલાત કરી હતી કે તેના સબંધી સૈફુલ્લા આર દ્વારા વિદેશ ચલણ આપવામાં આવ્યું હતું.
તે એક જણને પહોંચાડવાનું કહ્યું હતું. હવે તેના સંબંધીની શોધખોળ કરવામાં આવી રહી છે.
વિદેશી ચલણી દાણચોરી માટે તેના પર કસ્ટમ્સ એકટ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એકટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.