USમાં અપહરણ બાદ ભારતીય મૂળના 4 લોકોની હત્યા કરાઈ, પરિવારમાં ચિંતાનું મોજું
અમેરિકાના કેલિફોર્નિયામાં અપહરણનો શિકાર બનેલા ભારતીય મૂળના પરિવારના લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં 8 મહિનાની બાળકી પણ સામેલ છે. આ લોકોનું મર્સિડ કાઉન્ટીથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને તેમની તલાશ કરવામાં આવી રહી હતી. કોલિફોર્નિયા વહીવટી તંત્રએ ભારતીય મૂળના પરિવારના મોતની પુષ્ટિ કરી છે. સોમવારે આ પરિવાર લાપત થઈ ગયા હતા અને ત્યારથી શોધવામાં આવી રહ્યા હતા.
આ મામલે 48 વર્ષના એક વ્યકતિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જોકે આ અપહરણના મામલે મોટો વળાંક આવ્યો છે. આ જઘન્ય હત્યાકાંડના કારણે સનસનાટી ફેલાઈ ગઈ છે અને ભારતીય મૂળના લોકોમાં ભયનો માહોલ છે. હત્યા કરવામાં આવેલ ભારતીયોનું પરિવાર મૂળ પંજાબના હોશિયારપુરના હરસી પિંડનું છે. અપહરણ કરાયેલા ભારતીયોની કાર સોમવાર રાતે બળી ગયેલી સ્થિતિમાં મળી આવી હતી.
મર્સિડ કાઉન્ટીના શેરિફ વર્ન વાર્નકે કહ્યું કે, આ ઘટના ખૂબ જ જઘન્ય અને ભય ફેલાવનારી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જ વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો તેને સર્વિલાંસ વીડિયોમાં જોયો હતો. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, આરોપી વ્યક્તિ પરિવારને બળજબરી પૂર્વક ટ્રકમાં ધકેલી રહ્યો છે.
8 મહિનાનું બાળક અને તેની માતા જસલીન કૌર, પિતા જસદીપ સિંહ અને કાકા અમનદીપ સિંહ સોમવારથી ગુમ હતા. આ પછી તેમના પરિવારજનોએ વહીવટીતંત્રને મદદ માટે અપીલ કરી હતી અને પોલીસ તેને શોધી રહી હતી. પરંતુ પરિવારના તમામ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે.
કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિ પર 2005માં પણ બંદૂકના દમ પર લૂટ કરવી અને બીજા લોકોને ફસાવવાનો આરોપ દાખલ છે. આ કેસમાં પોલીસનું માનવું છે કે, તે એકલો નહોતો તેની સાથે બીજા લોકો પણ હતા. પોલીસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં જસદીપ અને અમનદીપ સિંહના હાથ બાંધેલા જોવા મળે છે. તેમને હથિયારોનો ડર બતાવીને ટ્રકમાં બેસાડવામાં આવી રહ્યા છે. આ પછી બદમાશો ટ્રક લઈને રવાના થઈ જાય છે. ત્યારબાદ તે બંદૂકધારી બાળકને લઈને જસલીનનું પણ અપહરણ કરી લે છે.