વડોદરામાં બળાત્કાર ગુજારનાર વિધર્મીએ ધોરણ-9ની વિદ્યાર્થિનીને ભર્યાં હતાં બચકાં
વડોદરાઃ ટયુશને ગયેલી વિદ્યાર્થિનીને ફ્લેટ પર લઇ જઇ બળાત્કાર ગુજારનાર મોઇનને આજે રિમાન્ડ દરમિયાન પોલીસની ટીમ તેના ફ્લેટ પર લઇ ગઇ ત્યારે દ્શ્ય જોવા માટે લોકોના ટોળાં જામ્યા હતા.
ધોરણ-૯ ની વિદ્યાર્થિનીને ફસાવનાર મોઇન પઠાણને એક દિવસના રિમાન્ડ પર લીધા બાદ એસીપી એવી રાજગોર અને ટીમ તપાસ માટે તેને કિસ્મત ચોકડી તાંદલજા ખાતે આવેલા રિઝવાન ફ્લેટમાં લઇ ગયા હતા.જ્યો આરોપીએ બળાત્કાર વખતે ઉપયોગમાં લીધેલો કોન્ડોમ બહાર કચરામાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરતાં પોલીસે તે કબજે લીધો હતો.
મોઇને બળાત્કાર દરમિયાન વિદ્યાર્થિનીને બચકાં પણ ભર્યા હોવાની વિગતો બહાર આવતાં પોલીસે પીડિતાનું મેડિકલ ચેકિંગ કરાવ્યું હતું.જેમાં તેને બચકા અને ઇજાના નિશાન જણાઇ આવ્યા હતા.
ગેરેજમાં કામ કરતા આરોપીના આજે રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.જેથી કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.પોલીસે આરોપીના પરિવારજનોના નિવેદનોની પણ તજવીજ હાથ ધરી છે.
પીડિતાનું કલમ ૧૬૪ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીડિતાનું સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાની તજવીજ પણ કરવામાં આવી છે.આ પહેલાં તેનું મેડિકલ ટેસ્ટિંગ અને વિગતવાર નિવેદન પણ લેવાયું હતું.
બારી બહાર ફેંકી દેવાની ધમકી આપી હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે,પીડિતાને વારંવાર ધમકી આપવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.મોઇન તેને ફ્લેટમાં લઇ ગયો ત્યારબાદ પીડિતાએ ઇનકાર કરતાં તેણે હાથ નહિં લગાવવા દે તો બારીની બહાર ફેંકી દઇશ તેવી ધમકી આપી હોવાની પણ વિગતો બહાર આવી છે.