સેક્સ ચેન્જ કરાવી ગુજરાતની યુવતી સાથે લગ્ન કર્યાં પણ લીંગનું ઓપરેશન ન થયું સફળ

વડોદરાઃ વડોદરાની પરિણીતા સાથે પોતાની જાતિ છુપાવીને લગ્ન કર્યા બાદ તેના નામે રૃ.૯૦ લાખની લોન લઇ લેવાનો આક્ષેપ કરતી પોલીસ ફરિયાદના બનાવમાં દિલ્હીના ડોક્ટર વિરાજની આજે ગોત્રી પોલીસે પૂછપરછ કરી હતી.

વડોદરાની પરિણીતા સાથે શાદી ડોટ કોમ પર સંપર્ક કરી છ વર્ષ પહેલાં લગ્ન કરનાર દિલ્હીના ડો.વિરાજ સામે પરિણીતાએ ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેણે પતિએ પોતાની જાતિ છુપાવી હોવાની અને પરિણીતાના નામે રૃ.૯૦લાખની લોન લઇ છેતરપિંડી કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.જેની તપાસ ગોત્રીના સેકન્ડ પીઆઇ કે કે જાધવ કરી રહ્યા છે.

ચકચારભર્યા આ બનાવમાંગોત્રી પોલીસે દિલ્હી ખાતેથી આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતાં આરોપીએ પોતે પહેલા સ્ત્રી હોવાની અને ત્યારબાદ પુરૃષ બન્યો હોવાની કબૂલાત કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે, હું શારીરિક સબંધ રાખવા માટે સક્ષમ નથી અને જાતિય પરિવર્તનની પ્રક્રિયા લાંબી હોય છે. આ પ્રોસિજર હું વર્ષ-૧૯૯૬થી કરાવી રહ્યો છું.

આરોપીએ મીડિયા સમક્ષ આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું કે,મેં હાઉસિંગ લોન લીધી હતી.પરિણીતાને ભાયલીમાં મકાન અપાવ્યું હતું અને હપ્તાની રકમ મારા એકાઉન્ટમાંથી ભરપાઇ થઇ છે.આ ઉપરાંત પરિણીતાને મારી શારીરિક બાબતો અંગે પહેલા જ જાણ કરી દીધી હતી.

દિલ્હીના આરોપીએ કેન્દ્રના પૂર્વ આરોગ્ય મંત્રી અંગે થયેલા આરોપોનું ખંડન કર્યું હતું.તેણે કહ્યું હતું કે,મારા પિતા એક ડોક્ટર છે.૩૦ વર્ષ સુધી વિદેશમાં પ્રેક્ટિસ કરતા હતા.હાલમાં તેઓ લકવાગ્રસ્ત છે.

લગ્નમાં મારા પિતાએ ઓનલાઇન હાજરી આપી આશીર્વાદ આપ્યા હતા.જેથી દિલ્હીના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન સાથે મારે કોઇ નિસ્બત નથી.

હાલમાં પણ દિલ્હીનો વિરાજ યુવતી સાથે રહે છે
દિલ્હીના ડો.વિરાજે ખુદ મીડિયા સામે આવી કેટલીક સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે,મારા પર ખોટા આરોપ મુકવામાં આવી રહ્યા છે.હું હાલમાં પણ એક યુવતી સાથે રહું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *