રણવીર અને દીપિકા પાદુકોણ વચ્ચે અણબનાવ થયો હોવાનું ચર્ચાએ જોર પકડ્યું
મુંબઇ : રણવીર અને દીપિકા વચ્ચે અણબનાવ સર્જાયો હોવાની અફવાઓ ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. આ અફવાઓ વધી જતાં તાજેતરમાં ખુદ રણવીરે દીપિકાની મુક્તકંઠે પ્રશંસા કરીને તથા પોતાની જિંદગીમાં તેનું મહત્વનું સ્થાન હોવાનું જણાવી અફવાઓનું ખંડન કરવા પ્રયાસ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર એવી અફવા ફરી વળી છે કે બંને વચ્ચે કોઈ ખટરાગ સર્જાયો છે. તેમના દામ્પત્યમાં બધું સમુસુતરું નહીં હોવાની ચર્ચાઓ ઘુમરાઈ રહી છે.
તેમાં પણ તાજેતરમાં દીપિકાએ ઉપરાછાપરી બે વખત નવર્સનેસ તથા હૃદયના ધબકારા વધી જવાથી હોસ્પિટલમાં દાખલ થવું પડયું તેના કારણે અફવાઓને બળ મળ્યું હતું.
જોકે, રણવીરે તાજેતરમાં આ અફવાઓનું ખંડન કરવાના પ્રયાસના ભાગ રુપે કહ્યું હતું કે મારી અને દીપિકાની રિલેશનશિપને દસ વર્ષ પૂરાં થયાં છે. મારી જિંદગીમાં જે કાંઈ સારું છે તે દીપિકાને આભારી છે. મને તેના માટે બહુ પ્રેમ અને સન્માન છે. તેણે મને ઘણું બધું શિખવાડયું પણ છે.