GUJARAT

દાઉદના ભાણેજ અલી શાહે એનઆઈએની પૂછપરછમાં વટાણા વેર્યા

મુંબઈ : અંડરવર્લ્ડ ડોન અને ગ્લોબલ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં બીજા લગ્ન કર્યા છે, તેની બીજી પત્ની પાકિસ્તાનના પઠાણ પરિવારની છે. દાઉદની બહેન હસીના પારકરના પુત્ર અલી શાહે એનઆઈએએ કરેલી પૂછપરછ દરમ્યાન સપ્ટેમ્બર ૨૦૨૨માં આપેલા જવાબમાં આ માહિતી બહાર આવી છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ આ પૂર્વે દાઉદ અને તેના નજીકના સાથીદારો સામે ગુનો દાખલ કર્યો હતો. દાઉદ વિશેષ ટીમ તૈયાર કરી રહ્યો છે. આ ટીમ દેશના મોટા નેતા અથવા ઉદ્યોગપતિ પર હુમલો કરી શકે છે અને મોટાશહેરમા હિંસાચાર ફેલાવવાનું કાવતરું છે. એનઆઈએએ દાઉદ ઈબ્રાહિમની દિવંગત બહેન હસીનાના પુત્ર અલીશાહનું નિવેદન નોંધ્યું હતું. આ દરમ્યાન અલીશાહે રહસ્યસ્ફોટ કર્યો હતો.

અલીશાહે પોતાના જવાબમાં જણાવ્યું હતં કે દાઉદે બીજા વિવાહ કર્યા છે. દાઉ દ પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હોવાનું કહે છે પણ વાસ્તવમા ંછૂટાછેડા આપ્યા નથી. દાઉદની પહેલી પત્ની મેહજબીન શેખ ને પરથી તપાસ એજન્સીઓનું ધ્યાન ડાઈવર્ટ કરવા દાઉદની આ ચાલ છે. અલીશાહ દાઉદની પહેલી પત્નીને જુલાઈ ૨૦૨૨માં દુબઈ મળ્યો હતો ત્યારે મેહજબીને દાઉદના બીજા લગ્નની વાત કરી હતી.

અલીશાહનો દાવો છે કે દાઉદની પહેલી પત્ની મેહજબીન શેખ વોટ્સએપ કોલના માધ્યમથી ભારતમાં રહેતા પરિવારજનોના પણ સંપર્કમાં છે. હસીના પારકરના પુત્રે એનઆઈ તપાસમાં દાઉદના હાલના ઠેકાણા વિશે પણ જણાવ્યું છે. અલીશાહે જણાવ્યા અનુસાર દાઉદ પાકિસ્તાનના કરાચીમાં છે. પરંતુ તેણે સરનામું બદલી નાખ્યું છે. કરાંચીમાં દાઉદ, હાજી અનીસ ઉર્ફે અનિસ ઈબ્રાહિમ શેખ અને મુમતાજ રહિમ ફાકી પરિવાર સાથે અબ્દુલ્લા ગાઝી બાબા દર્ગાના માર્ગે ડિફેન્સ કોલોની, કરાચીમાં રહે છે.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે ભારતમાં આતંકવાદી કાર્યવાહીને આર્થિક મદદ કરી હોવા પ્રકરણે અટક કરવામાં આવેલા આરોપીને હવાલા મારફત મોટી રકમ મોકલાવ્યાનો આરોપ એનઆઈએ સંસ્થાએ આરોપનામામાંકર્યો છે. આટલું જ નહીં કેટલાંક મોટા વ્યાવસાયિક અને રાજકીય વ્યક્તિને લક્ષ્ય બનાવવા ડી કંપનીએ એક વિશેષ સેલ સ્થાપિત કર્યું હોવાનો પણ દાવો આરોપનામામાં કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *