વડોદરામાં રાતે સિક્યુરિટી ગાર્ડ મગર જોતાં જ ચોંકી ઉઠ્યાં
વડોદરામાં વિશ્વામિત્રી નદીની આસપાસના રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જતા હોવાના તેમજ મગરો દ્વારા હુમલો કરવાનો વારંવાર બનાવો બની રહ્યા છે.
કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રીના કાંઠે આવેલા જલારામ નગર ખાતે ગઈ મોડી રાતે આવા જ એક બનેલા બનાવને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જલારામ નગરમાં અગાઉ પણ રહેણાંક મકાનો નજીક મગર આવી ગયા હોવાના બનાવો બન્યા હતા. જેને કારણે લોકો એલર્ટ થઈ ગયા છે.
આ વિસ્તારમાં રહેતા એક સિક્યુરિટી ગાર્ડ ગઈ મોડી રાતે નોકરી હતી ઘેર આવ્યા ત્યારે વાહન મૂકીને દરવાજો ખોલવા ઓટલાનો દાદર ચડતા હતા તે જ વખતે તેમની નજર દરવાજા નજીક પડતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.
દરવાજા પાસે પાંચ ફૂટનો મહાકાય મગર અડીંગો જમાવીને બેઠો હોવાથી સિક્યુરિટી ગાર્ડ તુરત જ દૂર ચાલ્યા ગયા હતા અને બૂમરાણ મચાવી હતી. જેને કારણે લોકો ભેગા થઈ ગયા હતા. નજીકમાં જ જીવ દયા કાર્યકર રીનવ કદમ રહેતા હોવાથી તેમને જાણ કરવામાં આવી હતી.
જીવ દયા કાર્ય કરે અન્ય લોકોની મદદ લઈ મગરનું રેસ્ક્યુ કર્યું હતું અને ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો. આમ લોકોની સતર્કતાને કારણે મગર દ્વારા હુમલાનો વધુ એક બનાવો થતા રહી ગયો હતો.