ઠંડીથી બચવા કામ વગર બહાર નીકળવું નહી, ગરમ પ્રવાહીનું નિયમિત સેવન કરો

ઠંડીના પ્રકોપથી બચવા માટેવહીવટી તંત્ર દ્વારા જાહેર થયેલી માર્ગદર્શિકામાં નિયમિતપણે ગરમ પ્રવાહીનું સેવન કરીને શરીરની ગરમી જાળવી રાખવાની તથા કામ પૂરતા જ બહાર નિકળવાની સલાહ આપવામાં આવી છે.

સુરત શહેરમાં જાન્યુઆરી મહિનાના મધ્યમાં ભારે ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સાથે જ પૂરઝડપે પવન ફુંકાતો હોવાથી શીતલહેરથી લોકો ઠંડીથી તોબા પોકારી ઉઠયા છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરાઇ છે કે કાતિલ ઠંડીમાં કામ પુરતુ જ બહાર નિકળવુ. ગરમ કપડાનો પુરતો સ્ટોક રાખો, કટોકટીમાં કામ લાગે એવી ચીજો ખોરાક, પાણી ઇંઘણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઇટ, દવાઓ હાથવગી રાખો.

દરવાજા અને બારી યોગ્ય રીતે બંધ રાખો જેથી ઠંડા પવન ઘરમાં નહીં આવે. નિયમિતપણે ગરમ પાણી કે પ્રવાહીનું સેવન કરો. ઠંડીથી બચવા માટે ભારે કપડાના એક સ્તરના બદલે બહારથી વીન્ડપ્રુફ નાયલોન કોટન અને અંદર ઊનના ગરમ કપડા પહેરવા.

ફેફસાને સુરક્ષિત રાખવા માટે મોં અને નાકને ઢાંકો, કોવીડ અને અન્ય શ્વસન ચેપથી બચવા માટે માસ્ક પહેરો. આ ઉપરાંત પૂરતી રોગપ્રતિકારક શકિત જાળવવા માટે વિટામીન સી થી ભરપૂર ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *