GUJARAT

પાર્ટીમાં ક્રિકેટર ચહલની પત્ની લથડાતી જોવા મળી, વીડિયોએ ધૂમ મચાવી

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા હાલમાં જ મુંબઈમાં યોજાયેલ એક પાર્ટીમાં સામેલ થઈ હતી. આ પાર્ટીનો વીડિયો વાઇરલ થયો છે. શોર્ટ બ્લેક ડ્રેસમાં ધનશ્રી ઘણી જ ગ્લેમરસ લાગે છે. જોકે, પાર્ટીમાંથી બહાર આવતા સમયે ધનશ્રી ચાલતી વખતે લથડાતી જોવા મળી હતી. ધનશ્રી કોરિયોગ્રાફર તથા યુટ્યૂબર તરીકે લોકપ્રિય છે. સો.મીડિયામાં તે અવારનવાર ડાન્સના વીડિયો શૅર કરતી હોય છે.

વીડિયો વાઇરલ થયો
ધનશ્રી પાર્ટીમાંથી બહાર આવી હતી અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આ દરમિયાન તે થોડી લથડાઈ હતી. સો.મીડિયામાં ધનશ્રીનો આ વીડિયો વાઇરલ થયો છે. વીડિયો પર સો.મીડિયા યુઝર્સે અલગ અલગ કમેન્ટ્સ કરી છે.

શું કહ્યું સો.મીડિયા યુઝર્સે?
સો.મીડિયામાં વીડિયો વાઇરલ થયા બાદ ઘણા યુઝર્સે ધનશ્રીને ટ્રોલ કરી હતી તો કેટલાકે ધનશ્રીનાં વખાણ પણ કર્યાં હતાં. નોંધનીય છે કે ગયા વર્ષે ડાન્સ કરતા સમયે ધનશ્રી પડી ગઈ હતી અને તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ કારણે તેણે સર્જરી કરાવી હતી. હવે ધનશ્રી ઠીક છે અને તે ટૂંક સમયમાં પોતાનો લેટેસ્ટ વીડિયો ચાહકો સાથે શૅર કરશે. સો.મીડિયા યુઝર્સે કમેન્ટમાં કહ્યું હતું કે આ તો દારૂના નશામાં છે અને ચાલી પણ શકતી નથી. અન્ય એક યુઝરે કહ્યું હતું કે ડ્રંક છે, વધુ પડતું પી લીધું છે.

ગયા વર્ષે ઘૂંટણમાં ઈજા થઈ હતી
ધનશ્રીને ગયા વર્ષે ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ દરમિયાન તેની અને યુઝવેન્દ્ર વચ્ચે ઝઘડો થયો હોવાની વાત પણ વહેતી હતી. ધનશ્રીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોતાનાં દુઃખ અંગે વાત કરી હતી. ધનશ્રીએ કહ્યું હતું, ‘લાસ્ટ ટાઇમ રીલ શૂટ કરતી વખતે પગમાં વાગ્યું હતું. આ કારણે લિગામેન્ટમાં ઈજા થઈ હતી.

લાંબા સમય સુધી ડાન્સ ના કરવાની વાત સાંભળીને હું દુઃખી થઈ ગઈ હતી, પરંતુ પરિવાર ને પતિ ચહલને કારણે પહેલાં કરતાં સારું અનુભવી રહી છું. ઈજા તથા અફવાને કારણે હું વધુ મજબૂત થઈ છું. હું મારી જાતને દરેક સ્થિતિમાં સ્ટ્રોંગ માનું છું. મને એ પણ ખ્યાલ આવ્યો કે લોકો તમારા વિશે કંઈક ને કંઈક વાતો કરતાં જ રહેશે, તમારે સ્ટ્રોંગ બનવાની જરૂર છે.’

ઓનલાઇન ક્લાસથી મિત્રતા શરૂ થઈ હતી
યુઝવેન્દ્ર ચહલ તથા ધનશ્રી વર્મા પહેલીવાર ઓનલાઇન ક્લાસ દરમિયાન એકબીજાને મળ્યાં હતાં. ચહલે ડાન્સ શીખવા માટે ધનશ્રીના ક્લાસમાં એડમિશન લીધું હતું અને અહીંથી બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી.

9 ઓગસ્ટ, 2020ના રોજ યુઝવેન્દ્રે રોકા સેરેમનીની જાહેરાત કરીને ચાહકોને સરપ્રાઇઝ આપી હતી. તેણે ધનશ્રી સાથેની તસવીર શૅર કરીને રિલેશન ઑફિશિયલ કર્યા હતા. 22 ડિસેમ્બર, 2020માં બંનેએ લગ્ન કર્યાં હતાં. ધનશ્રી અવારનવાર ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *