શો રુમમાં આખે આખી ઘુર ઘુસી ગઈ, જોવા લોકોના ટોળાં વળ્યાં
વડોદરાઃ શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા બીપીસી રોડ પર આજે સાંજના સમયે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતના પગલે દોડધામ મચી ગઈ હતી.
મળતી વિગતો પ્રમાણે એક કાર આજે રોડ પર આવેલા ક્રોકરીના શો રુમમાં ઘુસી ગઈ હતી અને તેના કારણે લોકોએ નાસભાગ કરી મુકી હતી.કાર ચાલક મહિલા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.
શોપિંગ કરવા આવેલી મહિલાએ અચાનક જ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર શો રુમનો કાચ તોડીને અંદર પ્રવેશી ગઈ હતી.સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નહોતી કે ઈજા પહોંચી નહાતી પણ શો રુમનો આગળનો આખો હિસ્સો કાચનો હોવાથી ચારે તરફ કાચના ટુકડા વીખેરાઈને પડયા હતા.
શો રુમમાં ખરીદી કરી રહેલા લોકો પણ કારનો અકસ્માત જોઈને ગભરાઈ ગયા હતા.આ બાબતે પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી.ગોત્રી પોલીસે મોડી રાત્રે અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.