GUJARAT

આ વિદેશીનું કામ જોઈને પ્રમુખ સ્વામી મહારાજ પણ થઈ ગયા હતાં ખુશ

જય સ્વામિનારાયણ. આજે આપણે એક એવા હરિભક્તની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને ગુજરાતી આવડતું નથી પણ એક પણ રવિસભા છોડતા નથી. આવો આજે આપણે આફ્રિકા દેશના બોટસ્વાના દેશની રાજધાની ગેબરોન શહેરમાં આપણા સંનિષ્ઠ હરિભકત પંકજભાઈ બારોટ ( મંદિરના ચેરમેન )ના ઘેર સેવક તરીકે કામ કરી રહ્યા છે. ઘરનું બધું કામકાજ સંભાળે છે. હા આજે આપણે કેનિભાઈ (કનુભાઈ)ની વાત કરવા જઈ રહ્યા છીએ. આ કેનિભાઈ પંકજભાઈના સહવાસને કારણે સંપૂર્ણ સત્સંગી બની ચુક્યા છે.

કેનિભાઈનું મૂળ વતન તો કેન્યા દેશ છે. પણ રોજગારી માટે અત્યારે બોટસ્વાના દેશમાં છે. કેનિભાઈ નિયમિત રવિસભા ભરે છે અને મંદિરના બધા સેવા કાર્યોમાં જોડાય છે. દર 15 દિવસે આવતી એકાદશી નિયમિત કરે છે. શાસ્ત્રો પ્રમાણે હિંદુ તહેવારોના ઉપવાસ પણ કરતા હોય છે. વળી ડુંગળી, લસણ પણ બિલકુલ લેતા નથી. વર્ષો સુધી નોન વેજ વાળા કેનિભાઈ પાકા વેજેટરીયન બની ગયા છે.

ગર્વની વાત તો એ છે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોટસ્વાનામાં પંકજભાઈના ઘેર 18 વર્ષ 2004માં આવેલા ત્યારે આ કેનિભાઈને જોઈ બાપા ખૂબ રાજી થઈ ગયેલા , બાપાની સાથે અંગત સેવામાં રહી ચૂકેલા પૂજ્ય નારાયણચરણ સ્વામીના કહેવા પ્રમાણે બાપાએ આ હરિભક્તને *કનુભાઈ* નામ આપી દીધું…. એકદમ નિર્માની સ્વભાવ ધરાવતા કેનિભાઈ ખૂબ જ માયાળુ અને સેવાભાવી જીવ છે.

પોતાને થતી આવકના 10% રકમ નિયમિત સંસ્થામાં જમા કરાવતા હોય છે* કેટલો બધો મહિમા હશે !!! જ્યારે પૂજ્ય મહંત સ્વામી મહારાજ 2019 માં જ્યારે સાઉથ આફ્રિકા આવેલા ત્યારે તે બાપાના દર્શન કરવા ખાસ ગયેલા અને પૂજ્ય મહંત સ્વામી મહારાજનો અઢળક રાજીપો પ્રાપ્ત કરેલો. અત્યારે કોઈપણ બાપા પાસે જાય તો બાપા અવશ્ય કેનિભાઈને જ યાદ કરે છે. એટલું જ નહીં બીજા બધા સદગુરુ સંતો પણ કેનિભાઈને હંમેશા યાદ કરી સમાચાર લેતા હોય છે.

*પ્રમુખ સ્વામી મહારાજના કરેલા કાર્યોથી ખૂબ પ્રભાવિત થઈ અત્યારે કેનિભાઈ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી નગર માં એક અદના સેવક તરીકે સેવા આપી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના કરેલા કાર્યોનું ઋણ ચૂકવવા આ પવિત્ર નગરમાં બુક સ્ટોર વિભાગમાં સેવા આપી રહ્યા છે. ઘણા હરિભક્તોએ આ દિવ્ય હરિભક્તના દર્શન પણ કર્યા હશે. કેનિભાઈ ભારતના આ ઉત્સવમાં આવી ખૂબ જ ખુશ છે. પોતાની જાતને ખૂબ જ ધન્યતા માણી રહ્યા છે.

તેમની ખુશીનો કોઈ પાર નથી. અતિ ઉત્સાહ સાથે આ કાર્યમાં જોડાયા છે. ભારત આવ્યા બાદ જેમ જેમ અનુકૂળ સમય મળ્યો તેમ તેમ બીજા પવિત્ર યાત્રાધામોના પણ દર્શન કરી આવ્યા છે. સાથે સાથે ભારતના લોકોની સાથે રહેવાની બહુ જ મજા આવે છે. *હવે તેમની ઈચ્છા ભારતનું ભવ્યાતિભવ્ય અક્ષરધામ – દિલ્હી જોવાની પણ છે* કેનિભાઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કામથી પણ ખૂબ ખુશ છે. કેનિભાઈ હસતા હસતા જણાવે છે કે મને ભારત બહુ જ ગમે છે , મોદીજી ને કહો કે મને ભારતમાં રહેવાની પરમેનેન્ટ રેસિડન્સ આપી દે.

કેનિભાઈ કોઈપણ હરિભક્તને જોતા જ તેઓના મોઢામાંથી જય સ્વામિનારાયણ નામ સળી પડતું હોય છે. કહેવાની વાત એ જ છે કે, આ કેનિભાઈ જેને ગુજરાતી આવડતું નથી પણ પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજનો કેટલો બધો મહિમા છે, ખ્રિસ્તી ધર્મના હોવા છતાં આ પ્રમુખ સ્વામીના કાર્યને આ પરદેશી કેનિભાઈ કેટલો દાખડો કરી અહીં આવ્યા છે, ખરેખર કેટલો ભાગ્યશાળી અને પુણ્યશાળી આ આત્મા હશે કે, આ શતાબ્દીની ઉજવણીમાં અમદાવાદ ખાતે આવેલ છે.

તેમને જેટલા દંડવત કરીયે તેટલા ઓછા છે. ખરેખર ઘરકામ કરવા માટે સેવક તો બધાને ઘેર આવતા જ હોય છે, પણ પંકજભાઈ અને તેમના ધર્મપત્ની હિનાબેન બારોટને ધન્યવાદ આપવા પડે કે, આ કેનિભાઈને આવા દિવ્ય સત્સંગી બનાવી દીધા. હવે શીખ એ જ લેવાની છે કે કેનિભાઈ પરદેશના હોવા છતાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જોવા જાણવા અને સેવા કરવા હજારો કિલોમીટર દૂરથી આવ્યા છે અને આપણે તો અહીં જ ગુજરાતમાં ભારતમાં જ છીએ તો ચાલો આપણે પણ આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી નગરની મુલાકાત આપણા પરિવાર અને મિત્રો અને સગા સંબંધી સર્વેને લઈ જઈને આપણી જાતને ધન્યતા અનુભવી કેનિભાઈની જેમ પ્રમુખ સ્વામી મહારાજનું ઋણ ઉતારીએ.

બસ આપના બધામાં પણ કેનિભાઈના જેવી સમજણ, સત્સંગ, શ્રદ્ધા, નિર્માનીપણુ, બાપા પ્રત્યેની આસ્થા, હરિભક્તો પ્રત્યનો અપાર દિવ્યભાવ વગેરે આપના બધામાં પણ આવે તેવી મહારાજ, સ્વામી – બાપાના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના સહ કેનિભાઈને ( કનુભાઈ) કોટી કોટી દંડવત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *