અયોધ્યાના સાધુ પરમહંસે શાહરુખ ખાનના તેરમાની વિધિ કરી નાખી
મુંબઈ : શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં દીપિકાની ભગવા રંગની બિકીનીનો વિરોધ કરનારા અયોધ્યાના સાધુ પરમહંસે શાહરુખ ખાનના તેરમાંની વિધિ પણ કરી નાખી છે.
આ સાધુએ જ અગાઉ ચિમકી આપી હતી કે શાહરુખ સામે મળશે તો પોતે જીવતો સળગાવી દેશે. હવે તેમણે અયોધ્યામાં એક માટલાં પર શાહરુખનો ફોટો લગાડી તેરમાંની વિધી કરી હતી. તે પછી તેમણે આ માટલું ફોડી નાખ્યું હતું. આ વખતે તેમના કેટલાક અનુયાયીઓ પણ હાજર હતા.
પરમહંસે જાહેર કર્યું હતું કે શાહરુખ પોતાની દરેક ફિલ્મ દ્વારા જેહાદ છેડે છે તેનો હવે આ સાથે અંત આવી જશે.
તેમણે જે થિયેટરમા’પઠાણ’ ફિલ્મ રિલીઝ થાય તેને સળગાવી દેવાની અપીલનો પણ પુનરોચ્ચા કર્યો હતો અને જણાવ્યું હતું કે હોલીવૂડ તથા બોલીવૂડ હંમેશાં સનાતન ધર્મ તથા હિંદુ દેવી દેવતાઓવું અપમાન કરી રહ્યાં છે.
આ ફિલ્મમાં દીપિકાએ જે બિકીની પહેરી છે તેના લીધે તમામ સાધુઓ તથા સમગ્ર દેશની લાગણી દૂભાઈ છે. શાહરુખ હંમેશાં સનાતન ધર્મની મજાક ઉડાવતો રહ્યો છે. આવી બિકીની પહેરીને ગીત ગાવાની તથા આવાં ડાન્સ સ્ટેપ કરવાની શું જરુર હતી તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.