17 વર્ષ બાદ આ કાઠિયાવાડી આર્મીમેન માદરે વતન પરત આવ્યા, આવું હતું ભવ્ય સ્વાગત
17 વર્ષની આર્મીની ફરજો અલગ અલગ રાજ્યોમાં અને બોર્ડર પર ફરજો પૂરી કરીને કલ્પેશભાઈ વાઘેલા જ્યારે પરત ગોંડલ પોતાના વતન ખાતે ટ્રેન મારફતે રેલ્વે સ્ટેશન આવી પોહચતા વાધેલા પરિવાર, મિત્રજનો બહોળી સંખ્યામાં સન્માન કરવા આવી પોહચ્યા હતા રેલ્વે સ્ટેશન થી ડી.જે. ના સથવારે કુટુંબીજનો, મિત્રમંડળ, માજી સૈનિકોએ યોદ્ધા કલ્પેશભાઈ ની એમના નિવાસસ્થાન ભવનાથ સુધી રેલી કાઢી સન્માન સાથે ખુલ્લી જીપ માં લઇ જવામાં આવ્યા હતા
17 વર્ષની આર્મીની ફરજો અલગ અલગ રાજ્યોમાં અને બોર્ડર પર બજાવીને કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા જ્યારે પરત વતન ગોંડલ ખાતે બપોરે જબલપુર એક્સપ્રેસ દ્વારા ગોંડલ રેલવે સ્ટેશને પધાર્યા ત્યારે વાઘેલા પરિવાર તથા મિત્રજનો તો બહોળી સંખ્યામાં સન્માન કરવા હાજર હતા જ પણ સાથેજ ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ પણ બહોળી સંખ્યામાં સફારી મેડલ કેપ સહિત સેરિમોનિયલ ડ્રેસમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતું. ગોંડલ રેલવે સ્ટેશને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ એમને ડી.જે. સહિત વાજતે ગાજતે કુટુંબીજનો, મિત્રમંડળ તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળના પ્રમુખ અનોપસિંહ ચુડાસમા ની આગેવાનીમાં ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, નિતેશભાઈ બાબરીયા, રામદેવસિંહ જાડેજા, હરેન્દ્રભાઈ જોષી, જસુભા જાડેજા, સુભાષભાઈ ભટ્ટ, રસિકભાઈ પુરોહિત સહિતના લોકોએ વીર યોદ્ધા કલ્પેશભાઈ ની એમના નિવાસસ્થાન ભવનાથ સુધી ડી.જે. સહિત સન્માન-રેલી સહિત બહુમાન આપ્યું.
કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા મૂળ ઘોઘાવદરના વતની અને હાલ ગોંડલ રહે છે. એમના બીજા પિતરાઈ ભાઈ ગૌતમભાઈ પણ આર્મીમાં ફરજો બજાવીને ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંદળ ના એક જવાબદાર સભ્ય છે. વીર યોદ્ધા કલ્પેશભાઈ એ આર્મીમાં 17 વર્ષની ફરજો બજાવી કુલ 6 મેડલો જીત્યા છે.
ફરજ દરમિયાન તેમણે નાસિક મહારાષ્ટ્ર, અંબાલા પંજાબ, પઠાણકોટ પંજાબ, ગોપાલપુર ઓરિસ્સા, શ્રીનગર, દિલ્હી, મુંબઈ વિગેરે રાજ્યોમાં કઠિન ફરજો બજાવી જે દરમિયાન શ્રીનગરમાં 2017 થી 2019 દરમિયાન બે આર્મી ઓપરેશન (ઓપરેશન રક્ષક તથા ઓપરેશન વિજય) માઇનસ 10 ડિગ્રીમાં ઓપરેશન પાર પાડવા બદલ પણ બે મેડલ મેળવ્યા આમ કુલ તેઓએ કઠિન પરિસ્થિતિમાં ફરજો બજાવીને 6 મેડલ તથા એક કોમેન્ડેશન કાર્ડ પ્રાપ્ત કર્યા છે.