કીડીઓના સુપર પાવર વિશે જાણો, એકવાર કીડીના જડબામાં આવેલો જીવ કદી ન છુટે, આબાદી 200 લાખ કરોડથી વધારે
તમે કીડીઓના સુપર પાવર વિશે નહીં જ જાણતા હોવ. કીડીઓની તાકાત પર એક ફિલ્મ બની છે. હોલિવૂડ ફિલ્મ એંટમેનમાં કીડીઓની તાકાત બતાવવામાં આવી છે. જેનો બીજો ભાગ પણ આવી ગયો છે. જેમા હીરો અને હીરોઈન કીડીનો સાયન્ટીફીક શૂટ પહેરી તેનો સુપરપાવર મેળવી લે છે. પરંતુ કીડીઓને તેમા ખૂબ કમજોર બતાવવામાં આવે છે. પરંતુ તે હોતી નથી. કીડીઓ પાસે અદ્દભૂત શક્તિ હોય છે.
કીડીઓ નાના-નાના દરમાથી બહાર આવે છે. અને તેનાથી કેટલાય ગણુ વધારે સામાન ઉઠાવી શકે છે. આજે તમને કીડીઓના સુપરપાવર વિશે વાત કરીએ. કીડીઓમાં પણ ઘણી કામ કરતી કીડીઓ હોય છે. જે તેના વજન કરતા 50 ગણુ વજન અથવા જીવ ઉપાડી શકે છે.
કીડીઓની માંસપેશિયો બીજા અન્ય જીવ જેમ તેના શરીરને સપોર્ટ કરે છે. કીડીઓ તેના માંસપેશિયોના મદદથી ભારે વસ્તુઓ ઉઠાવી શકે છે. સામાન્ય પ્રકારની કીડીઓ તેના વજનથી 5000 ગણુ વધારે વજન ઉપાડી શકે છે.
કીડીઓ ભલે તમને ધીમે ધીમે ચાલતી દેખાતી હોય પરંતુ સહારન સિલ્વર કીડીઓ પોતાના શરીરની કુલ લંબાઈની તુલનામાં એક સેકન્ડમાં 100 ગણી વધારે ગતિથી ચાલી શકે છે. એટલા માટે કીડીઓને દુનિયામાં સૌથી તેજ દોડવાવાળા જીવોમા સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે જે સ્પીડમાં માણસ ચાલે છે તે પ્રકારે એક કલાકમાં 720 કિલોમીટરની અંતર જોવા મળે છે.
કીડીઓ માત્ર સારી દોડવીર જ નથી પરંતુ તે પોતાના શરીરને અલગ અલગ ભાગોને વધુ ઝડપે ચલાવી શકે છે. કીડીઓ તેના જડબાને 137 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડમાં બંધ કરી શકે છે. એટલે કે તેના જડબામાથી કોઈ જીવ છુટીને ભાગી શકતો નથી.
જે કીડીઓ પોતાના શિકારીઓને છેતરી શકે છે. અને તેની પર ખતરનાક હુમલો પણ કરી શકે છે. તે તેના જડબાને એટલા જોરથી પછાડીને તે 8 સેન્ટીમીટર સુધી ઉછળી શકે છે. જો આ તાકાત માણસને મળે તો તે લગભગ 40 મીટર સુધી ઉંચાઈ સુધી કુદી શકે છે.
જો સંખ્યાના બાબતે વાત કરવામાં આવે તો દુનિયામાં સૌથી વધારે કીડીઓની સંખ્યા છે. તેમની આબાદી 200 લાખ કરોડથી વધારે છે. આકાશગંગામાં જેટલા તારા છે તેનાથી પણ વધારે કીડીઓની સંખ્યા છે. આટલી આબાદીમાં અન્ય કોઈ જીવ આ ધરતી પર નથી.