અનન્યા પાંડેનું એક જ સમયે આ બે હિરો સાથે હતું અફેર, અચાનક જ એકનો છોડી દીધો
મુંબઈ : ફિલ્મ અભિનેત્રી અનન્યા પાંડેનું એક સમયે એકસાથે બે બે હીરો સાથે અફેર ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખુદ તેની માતા ભાવના પાંડેએ જ આડકતરી રીતે આ વાત કબૂલી છે.
એક ટીવી શો માં વાતચીત દરમિયાન ભાવના પાંડેએ સ્વીકાર્યું હતું કે અનન્યા એક સમયે બે હીરો સાથે એન્ગેજ હતી જોકે, બાદમાં તેણે એક સાથે બ્રેક અપ કરી દીધું હતું.
એ જાણીતું છે કે અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર વચ્ચે બહુ લાંબા સમય સુધી ડેટિંગ ચાલ્યું હતું. જોકે, બંનેએ બાદમાં પોતાની આ રિલેશનશીપ પર પૂર્ણવિરામ મુકી દીધું હતું.
ઈશાન સાથે ડેટિંગ ચાલતું હતું એ જ અરસામાં અનન્યા અને ‘લાઈગર’ ફિલ્મના તેના કો સ્ટાર વિજય દેવરકોંડા વચ્ચે પણ ડેટિંગ ચાલતું હોવાની અફવા ઊડી હતી. જોકે, બાદમાં અનન્યાએ એવો ખુલાસો કર્યો હતો કે તે ફ્રેન્ડલી ડેટ જ હતી.
અનન્યા અને ઈશાનની રિલેશનશિપનો અંત આવવા પાછળ વિજય દેવરકોંડા સાથેનું અફેર જ જવાબદાર હતું કે કેમ તે વિશે અનેક અટકળો છે.
અનન્યા પાંડેને એવી આશા હતી કે પોતે વિજય દેવરકોંડા સાથે હીટ ફિલ્મ આપીને સાઉથમાં પણ ટોચની હિરોઈન બની જશે. પરંતુ કમનસીબે આ ફિલ્મ નિષ્ફળ ગઈ હતી. હવે અનન્યા પાસે સાઉથની કોઈ ઓફર નથી.