અમિતાભ બચ્ચન શૂટિંગમાં એક્શન સીનમાં થયું એવું કે ચાહકો ચિંતામાં, બ્લોગ પર લખ્યું- ઘણી પીડા થઈ રહી છે, શ્વાસ લેવામાં પણ તકલીફ
અમિતાભ બચ્ચનનું હૈદરાબાદમાં શૂટિંગ ચાલી રહ્યું છે જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર લખીને જાણકારી આપી હતી. અમિતાભ બચ્ચન અત્યારે મુંબઇ ખાતેના પોતાના ઘરે આરામ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચન પ્રભાસની ફિલ્મ “પ્રોજેક્ટ કે”નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમને પાંસળીઓમાં ઇજા થઇ છે. શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. હૈદરાબાદમાં ચેકઅપ બાદ અમિતાભને મુંબઇ મોકલવામાં આવ્યા હતા.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું – એક્શન સીન દરમિયાન પાંસળીમાં ઈજા થઈ છે. શૂટિંગ રદ કરી દેવામાં આવ્યું છે. પાટો બાંધવામાં આવ્યો છે અને પ્રાથમિક સારવાર કરવામાં આવી રહી છે. તેનાથી ઘણી પીડા થઈ રહી છે.
શરીરને આમ-તેમ કરવામાં પણ મુશ્કેલી રહી છે. શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. મને આ દુખાવા માટે કેટલીક દવાઓ આપવામાં આવી છે. મને સાજા થવા માટે થોડા સપ્તાહનો સમય લાગશે.
બ્લોગમાં વધુમાં માહિતી આપી છે કે, જ્યાં સુધી હું ઠીક ન થઈ જાઉ ત્યાં સુધી તમામ કામકાજ બંધ કરી દીધું છે. હું જલસામાં આરામ કરી રહ્યો છું. જરૂરી કામ માટે જ થોડો ચાલી. હા, આરામ તો કરતો જ રહું છું.
મારા માટે આ કહેવું ખૂબ જ મુશ્કેલ છે પણ હું જલસાના ગેટ પર ચાહકોને મળવા નહીં આવી શકું તો ચાહકો ન આવે. તમે એ લોકોને પણ જણાવી દો કે જે જલસા ખાતે આવવાની યોજના બનાવી રહ્યા છે. હાલ તો બધુ ઠીક છે.