અમિષા પટેલ પાકિસ્તાનના આ એક્ટરના પ્રેમમાં હોવાની ભારે ચર્ચા
મુંબઈ : ફિલ્મોમાંથી ફેંકાઈ ગયેલી પણ પોતાના બિન્દાસ ફોટો શૂટ્સથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી અમિષા પટેલ પાકિસ્તાની એક્ટર ઈમરાન અબ્બાસ સાથે નિકટતા વધારી રહી છે. જોકે, ઈમરાનના પાકિસ્તાનના ચાહકોને આ સંબંધ પસંદ પડયો નથી.
અમિષા અને ઈમરાન તાજેતરમાં બહેરિનમાં એક ઈવેન્ટમાં એકઠાં થયાં હતાં. ત્યાં તેમણે અમિષાની એક ફિલ્મનું ડયુએટ સોંગ રિક્રિએટ કર્યું હતું. તેમની વચ્ચેની કેમિસ્ટ્રી જોઈને બંને વચ્ચે રોમાન્સ ચાલતો હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
જોકે, આ અફવાઓને લીધે સોશિયલ મીડિયા પર ભારત અને પાકિસ્તાનના નેટિઝન્સ દ્વારા કોમેન્ટસનો મારો ચાલ્યો હતો. પાકિસ્તાનના ચાહકોએ ઈમરાનને બોલીવૂડની હિરોઈન સાથે રોમાન્સ સામે ચેતવ્યો હતો. બીજી તરફ ભારતીય ચાહકોએ એવી કોમેન્ટસ કરી હતી કે ફરી અમિષા પાકિસ્તાનીઓના સકંજામાં ફસાઈ ગઈ છે તેને બચાવવા માટે ગદ્દર ટૂ આવી જ રહી છે.
ઈમરાન અગાઉ કરણ જોહરની અય દિલ હૈ મુશ્કિલ ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યો છે.