અમદાવાદમાં ભાભી સાથેના અનૈતિક સબંધનો ફૂટ્યો ભાંડો
ખોખરામાં રહેતી મહિલાના લગ્નના એક વર્ષમાં સાસરીયા દ્વારા ત્રાસ ગુજરાવામાં આવ્યો હતો. સમાધાન કરીને સાસરીમાં આવી તો ભાભી સાથે અનૈતિક સબંધ બાધતા પતિને જોઇ જતાં પતિએ માર મારીને કાઢી મૂકી હતી.આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે પતિ સહિત સાસરીના છ સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે ખોખરા વિસ્તારમાં રહેતી ૩૨વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા સહિત પરિવારના છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૦૧૩માં સામાજિક રિત રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના છમહિના સુધી સારી રીતે રાખવામાઁ આવીહતી અને એક વર્ષમાં જ નાની નાની બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ ગુજારવામાં આવતા જે તે સમયે પોલીસમાં ફરિયાદ કરી હતી.
બાદમાં સમાધાન કરીને ફરીથી તેડી લાવ્યા હતા જેમાં એક વર્ષ સુધી સારી રીતે રાખી હતી અને મકાનના રિપેરિંગ માટે રૃપિયાની માંગણી કરતાં મહિલાએ પિયરમાંથી પ્રથમ બે લાખ રોકડા બાદમાં ફરિયાદી મહિલાની માતાએ દાગીના વેચીને ત્રણ લાખ લાવી આપ્યા હતા તેમ છતાં બીજા રૃપિયાની માંગણી કરતા હતા.
તિજોરીમાંથી કપડાં ન મળતા હોવાથી પતિએ ઉશ્કેરાઇને મહિલાને માર મારીને તિજોરીને તોડફોડ કરી હતી. ત્રણ મહિના પહેલા પતિને ફરિયાદી મહિલા ભાભી સાથે કઢંગી હાલતમાં જોઇ ગઇ હતી જેથી પતિએ માર મારીને કાઢી મૂકી હતી,ગઇકાલે મહિલા સાસરીમાં પરત આવી તો સાસરીયાએ તકરાર કરીને માર મારીને કપડાં પણ ફાડી કાઢ્યા હતા.