ઈશાની પાર્ટીમાં મુકેશ અંબાણીએ બ્લુ કલરનો કુર્તા પાયજામા તો નીતાબેને બ્લુ સિલ્કની સાડી પહેરી
તાજેતરમાં જ ઈશા અંબાણીએ પોતાના ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં મુકેશ અંબાણી તેમના આખા પરિવાર સાથે દીકરીના ઘરે હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન અંબાણી પરિવાર ટ્રેડિશનલ આઉટફિટમાં રોયલ્ટી અને એલિગેન્સ સાથે જોવા મળ્યો હતો.
મુકેશ અને નીતા અંબાણી તેમના પુત્ર આકાશ અંબાણી, પુત્રવધૂ શ્લોકા અને પૌત્ર પૃથ્વી અંબાણી સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તેઓ એથનિક આઉટફિટમાં રોયલ લાગી રહ્યા હતા. આ પ્રસંગે મુકેશ અંબાણીએ બ્લુ કલરનો કુર્તા પાયજામા પહેર્યો હતો અને નીતા અંબાણીએ સુંદર એમ્બ્રોઇડરી સાથે બ્લુ સિલ્કની સાડી પહેરી હતી તેમજ તેણે હેવી જ્વેલરી કેરી કરી હતી.
આકાશ અંબાણીએ સી-ગ્રીન કુર્તા પાયજામાં સેટ પહેર્યો હતો. પૃથ્વી અંબાણી પીળા રંગના કુર્તામાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. તે તેના દાદા મુકેશનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા ખૂબ જ સુંદર લાગી રહી હતી.
શ્લોકાએ પાર્ટી માટે ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો હતો. શ્લોકા યલો કલરના ફૂલ સ્લીવ્ઝ ટોપ અને સ્કર્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. મુકેશ અંબાણીની માતા કોકિલાબેન પણ પૌત્રી ઈશા અંબાણીની પાર્ટીમાં સામેલ થયા હતા. આ દરમિયાન તે સાડી લુકમાં જોવા મળ્યા હતા.
આ પહેલા ઈશા અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં તે મુંબઈમાં પોતાની ઘરની બહાર બંને બાળકો સાથે જોવા મળી હતી. વીડિયોમાં ઈશા બ્લેક કલરની કારમાંથી ઉતરે છે. તેના બંને બાળકો નર્સ સાથે છે. નર્સ બંને બાળકોને પોતાના ખોળામાં લઇને ઈશાની પાછળ ચાલી રહી છે.
ઈશા પિંક કલરના પ્રિન્ટેડ સૂટ અને પાયજામામાં જોવા મળી હતી. તે એકદમ સામાન્ય લુકમાં પણ ઘણી ગ્લેમરસ લાગી રહી હતી. બ્લેક કલરના ચશ્માની સાથે તેને સ્લીપર પહેરી હતી.