GUJARAT

ગુજરાતમાં કાતિલ ઠંડીને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગુજરાતમાં ફરી હાડ થીજવતી ઠંડી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 7 તેમજ તેનાથી પણ નીચે જવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ ગુજરાતમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ઠંડીનો ચમકારો અનુભવાશે.

ઠંડીનો ચમકારો ઉત્તર ભારતમાં વધી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલ કે જેઓ હવામાન નિષ્ણાંત છે તેમના દ્વારા ફરી એકવાર ઠંડીનો ચમકારો ગુજરાત રાજ્યમાં પણ વધવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અંબાલાલ પટેલ કહે છે કે, દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી હોવાના કારણે બરફીલા પવનો આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક દિવસોથી રાજ્યમાં ઠંડીનો ચમકારો હળવો થયો છે. પરંતુ કાતિલ ઠંડીનો ફરી એકવાર અહેસાસ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો થવાની અંબાલાલ પટેલે સંભાવના વ્યક્ત કરી છે, તેમણે હવામાનમાં ઉત્તરાયણમાં પણ પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. જાન્યુઆરી મહિનાના અંત સુધી અને ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીનો અનુભવ થશે તેમ પણ તેઓ જણાવી રહ્યા છે. જે દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વાદળોના કારણે ફેરફાર જોવા મળશે.

અંબાલાલ કહે છે કે, ઉત્તર અને મધ્યગુજરાતમાં દેશના પર્વતીય પ્રદેશોથી આવતા સીઘા પવનોના કારણે ભારે ઠંડીનો અહેસાસ થશે. દેશના પર્વતીય પ્રદેશોથી આવતા સીઘા પવનોના કારણે મહેસાણા, સિદ્ધપુર, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો કહેર વર્તાશે.

રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન લઘુત્તમ 7 ડિગ્રીએ પહોંચી શકે છે. તાપમાન ક્યાંક 6 ડિગ્રી સેલ્સિયસે પણ પહોંચી શકે છે.આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 10 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી પણ નીચું લઘુત્તમ તાપમાન અમદાવાદમાં જઈ શકે છે.

અંબાલાલ પટેલ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી શકે છે. આ સાથે જ અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યાતાઓ વ્યક્ત કરી છે. તેમણે તેવી પણ વકી વ્યક્ત કરી છે કે, આ વખતે પડનારી ઠંડી લાંબી ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *