પતિ રણબીરે અન્ય યુવતી સાથે હાથ મિલાવતાં પત્ની આલિયા થઈ નારાજ
મુંબઈ : મુંબઈમાં તાજેતરમાં આલિયા ભટ્ટ અને રણબીર એક ફૂટબોલ મેચ જોવા પહોંચ્યાં હતાં. તેમાં રણબીરે એક યુવતી સાથે હાથ મિલાવતાં આલિયાના ચહેરા પર સ્પષ્ટ અણગમો તરી આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
આલિયા અને રણબીર રાતે એક ફૂટબોલ મેચ જોવા પહોંચ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં પ્રેક્ષક ગેલેરીમાં કોઈ યુવતી રણબીરને મળવા આવી હતી. રણબીરે તે બહુ સારી પરિચિત હોય તેમ બહુ ઉમળકાભેર તેની સાથે હાથ મિલાવ્યો હતો.
આલિયાએ પણ સ્માઈલ આપ્યું હતું. જોકે, આલિયા પોતાના ચહેરા પરનો અણગમો છૂપાવી શકી ન હતી.
આલિયાનું રિએક્શન ઓનલાઈન ફનનો વિષય બન્યું છે. કેટલાય લોકોએ તેને પઝેસિવ અને જેલસ ગણાવી છે.