GUJARAT

ક્રિકેટર અક્ષર પટેલે પત્ની મેહા સાથે ગર્ભગૃહમાં બાબા મહાકાલની પૂજા અને અભિષેક કર્યો

ગત મહિને જ લગ્ન કરનાર ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ તેની પત્ની મેહા પટેલ સાથે સોમવારે સવારે ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે ઉજ્જૈન મહાકાલ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા.

લગ્ન બાદ આ કપલ પહેલીવાર બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા. બંનેએ લગભગ બે કલાક સુધી મહાકાલ મંદિરના નંદી હોલમાં બેસીને સવારે ચાર વાગ્યે યોજાનારી ભસ્મ આરતીના દર્શનનો લાભ લીધો હતો. મહાકાલ મંદિરમાં પંડિત યશ પૂજારીએ અક્ષર પટેલ અને મેહાએ ગર્ભગૃહમાં બાબા મહાકાલની પૂજા અને અભિષેક કર્યો હતો.

ભસ્મ આરતીમાં હાજરી આપી ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ ક્રિકેટર અક્ષર પટેલે કહ્યું કે આજે બાબા મહાકાલની ભસ્મ આરતીનું મારું પાંચ વર્ષ જૂનું સપનું પૂરું થયું છે, આ પહેલા પણ હું બાબા મહાકાલની ભસ્મ આરતી જોવા આવ્યો હતો, પરંતુ તે સમયે થોડો વિલંબ થતાં, મારે સવારે સાત વાગ્યે યોજાનારી આરતીમાં દર્શન થયા હતા.

અક્ષરે કહ્યું કે હું ઘણા વર્ષોથી ભસ્મ આરતી જોવા માગતો હતો, આજે સારો સોમવાર છે અને મારા લગ્ન થોડા દિવસ પહેલા જ થયા છે, તેથી જ હું બાબા મહાકાલના આશીર્વાદ લેવા આવ્યો છું. તેમણે કહ્યું કે બાબા મહાકાલની ભસ્મ આરતી જોઈને તેમને રાહત થઈ છે. તેમની ઈચ્છા મુજબ દર્શન થયા.

રવિવારે ક્રિકેટર કેએલ રાહુલ પત્ની અને અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે બાબા મહાકાલના દર્શન કરવા પહોંચ્યા હતા. આથિયા અને રાહુલે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં પણ હાજરી આપી હતી અને બાદમાં ગર્ભગૃહમાં બાબાના જલાભિષેક કરીને આશીર્વાદ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *