ક્રિસમસ પાર્ટીમાંથી બહાર આવતાં જ સ્પોટ થઈ હોય અજય દેવગણની લાડલી
અજય દેવગણ અને કાજોલની દીકરી ન્યાસા બી-ટાઉનની હોટ ડીવા ગણાય છે. હજુ સુધી તેણે બોલીવુડમાં એન્ટ્રી કરી નથી પણ તેનો એટીટ્યુડ ગજબનો છે. ન્યાસા દેવગણ હજુ 20 વર્ષની પણ નથી થઈ છતાં પણ જાહેરમાં તેના કોન્ફીડન્સમાં ક્યાંય ઉણપ દેખાતી નથી.
સ્ટાર કિડ્સ ઉપર પણ આજકાલ પાર્ટી કરતા નજરે ચડતા હોય છે. તેમને પણ ઘણીવાર પાપારાઝીનો સામનો કરવો પડતો હોય છે અને ઘણીવાર તેઓ કેમેરામાં કેદ થઇ જાય છે અને તેઓએ પણ ટ્રોલ્સનો સામનો કરવો પડે છે, જયારે હાલ આખો દેશ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં લાગી ગયું છે ત્યારે હાલમાં જ ન્યાસા તેના મિત્રો સાથે ક્રિસમસ પાર્ટી કરતી જોવા મળી હતી. પાર્ટીમાં તેણે ડીપ નેક ડ્રેસ પહેર્યો હતો અને તેની ચાલ પરથી તેણે નશો કર્યો હોય તેમ તેના પગ લથડાઈ રહ્યા હતા અને તેને સોશ્યલ મીડિયા યુઝર્સે ટ્રોલ કરીને ઘણું ન કહેવાનું કહ્યું હતું.
ન્યાસા દેવગણ સ્ટાર કીડ હોવાને કારણે હમેશા ચર્ચામાં રહે છે. આમ તો તે હાલ વિદેશમાં ભણી રહી છે પણ આજકાલ તે મુંબઈમાં પાર્ટી કરતી નજરે આવી રહી છે. ક્રિસમસની પાર્ટીમાં તે તેના મિત્રો ઔરી, સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહીમ અલી ખાન અને અર્જુન રામપાલની દીકરી મહિકા રામપાલ સાથે સ્પોટ થઈ હતી.
ન્યાસા દેવગણ પાર્ટી કરીને બહાર નીકળી તે વખતનો એક વિડીઓ હાલ સોશ્યલ મીડિયા પર વય્રલ્લ થઇ રહ્યો છે જેમાં તે ફૂલ એટીટ્યુડમાં નજર આવી રહી છે તો ઘણા લોકોએ તેણે નશામાં હોવાનું પણ અનુમાન લગાવ્યું છે.
વાયરલ ફોટોમાં ન્યાસા તેના મિત્ર ઔરી સાથે નજર આવી રહી છે. ઓરી જહાનવી અને ખુશીનો પણ મિત્ર છે. ન્યાસા પાર્ટીમાંથી નીકળી ત્યાર એતેની સાથે કારમાં ઈબ્રાહીમ ખાન અને મહિકા રામપાલ પણ હાજર હતા.
ન્યાસાને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરતા તલોકોએ કહ્યું હતું કે, ન્યાસા નશેડી થઇ ગઈ છે, તો બીજાએ કહ્યું હતું કે , શું આટલી ઓવર એક્ટિંગ કરવી જરૂરી છે? તો અમુક લોકોએ તેના લુક પર નિશાન તાકતા કહ્યું હતું કે તેણે ચોક્કસથી પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. બીજા એક ટ્રોલરે કમેન્ટ કરતા કહ્યું હતું કે, તે એટલા બધા નશામાં છે કે તેને ચાલવાનો પણ હોશ નથી.