GUJARAT

અમદાવાદના વેજલપુરમાં મહિલાની હત્યાનો ભેદ ખુલ્યો, પોલીસ પણ ચક થઈ ગઈ

વેજલપુરના શ્રીનંદનગરમાં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે તેલંગાણાના ખલીલુઉદીનની ધરપકડ કરી હતી. ખલીલની પૂછપરછમાં મહિલાના આઈબી ઓફિસર પતિએ હત્યાની સોપારી આરોપીને આપી હતી. જેના આધારે ખલીલે પોતાના બે સાગરીતોને અમદાવાદ મોકલી મહિલાની હત્યા કરાવી હતી.

વેજલપુરના શ્રીનંદનગરમાંથી 17 દિવસ અગાઉ મહિલા મનીષા રાધાકૃષ્ણ દૂૂદેલાની લાશ ફ્લેટમાંથી મળી હતી. પોલીસ તપાસમાં મનીષાબહેનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગળું રહેંસી નાખવામાં આવ્યું હતું. બનાવને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં બે શકમંદ આંટા મારતા દેખાયા હતા. પોલીસે આ બન્ને શકમંદ અંગે તપાસ કરતા તેઓ દસ દિવસથી સોસાયટીમાં આવી રેકી કરતા હતા. પોલીસે સીસીટીવી તપાસતા બે શકમંદ બાઈક પર દેખાયા હતા.

પોલીસે બાઇકના નંબર આધારે તપાસ કરતા તેનો માલિક કેબ સર્વિસ ચલાવતો શખ્સ હોવાનું ખુલ્યું હતું. પોલીસે નવરંગપુરમાં કેબ સર્વિસ ચલાવતા શખ્સની તપાસ કરતા તેણે આ બાઈક તેલંગાણાના ખલીલે બુક કરાવ્યાનુ વિગત આપી તેનું લાઇસન્સ અને સરનામું રાજુ કર્યું હતું.

પોલીસે એડ્રેસ આધારે ખલીલની પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો મનીષાબહેનની હત્યા જાવેદ અને સતીષએ કરી છે. જાવેદ અને સતીષને ખલીલે જ પૈસા આપી મનિષાબહેનની હત્યાનું કામ સોંપ્યું હતું. ખલીલે પોલીસને જણાવ્યું કે, મૃતક મનિષા દુદેલાનો પતિ અને મધ્યપ્રદેશમાં આઈબી ઓફિસર તરીકે ફરજ બજાવતા રાધાક્રિષ્નન મધુકરરાવ દુદેલાની સાથે સતીષને ગાઢ મિત્રતા છે.

રાધાકૃષ્ણએ ખલીલને તેની પત્નીની હત્યાનું કામ સોંપ્યું હતું. પતિ પત્ની વચ્ચે ચાલતા ખટરાગમાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે રૂ.30 હજાર ભરપોષણ ચૂકવવા રાધાકૃષ્ણને હુકમ કર્યો હતો. પત્નીના કંકાસથી તંગ આવી ગયેલા આઈબી ઑફિસર આ કૃત્ય આચર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *