GUJARAT

પત્નિએ પતિનો મોબાઈલ ચેક કર્યો અને ફૂટ્યો ભાંડો, 21 વર્ષે પતિએ આપ્યો દગો

વસ્ત્રાલમાં રહેતી મહિલાના આર્મીમને પતિએ લગ્નના ૨૧ વર્ષ બાદ મહિલાની જાણ બહાર પતિએ પ્રેમિકા સાથે લગ્ન કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાને માનસિક તેમજ શારિરિક ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ કરતાં પૂર્વ મહિલા પોલીસે પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે વસ્ત્રાલ વિસ્તારમાં મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા પતિ સહિત પરિવારના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૦૦૧માં લગ્ન થયા હતા, લગ્ન બાદ ઘરકામની નાની નાની બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરિક ત્રાસ આપતા હતા.

મહિલાને૨૦૧૭માં જાણ થઇ હતી કે તેમના પતિને બીજી મહિલા સાથે આડા સબંધ છે, જે અંગે સાસરીના સભ્યોને જાણ કરતા તેઓએ કહ્યું કે છોકરો છે ગમે તે કરે તારે શું લેવા દેવા તેમ કહીને વાત સાંભળી ન હતી.

એટલું જ નહી તને ના ગમતું હોય તો તું તારા પિતાના ઘરે જતી રહે તેમ કહેતા હતા. આર્મીમને પતિ પરત અમદાવાદ આવ્યા બાદ પતિ-પત્ની અલગ રહેવા ગયા હતા અને એક દિવસ ફરિયાદી મહિલાએ પતિનો મોબાઇલ ચેક કરતા પતિએ બીજી મહિલા સાથે લગ્ન કર્યા હોવાની જાણ થઇ હતી.

પત્નીને વાત કરતા તેઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પૂર્વ મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *