અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે પત્નીએ દારુડિયા પતિનું ગળું દબાવી હત્યા કરી
ઉત્તરાયણના દિવસે અમરાઇવાડીમાં દારુ પીને આવેલા પતિએ પત્ની સાથે તકરારા કરીને મારઝૂડ કરી હતી આવેશમાં આવીને પત્નીએ ગળુ દબાવતા ગભરામણથી પતિનું મોત થયું હતું. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે અમરાઇવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે આશાપુરીનગરમાં રહેતા કમળાબહેન નરેન્દ્રભાઇ ચારણ (ઉ.વ.૫૬)એ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રવધુ હેતલબહેન ચારણ સામે ફરિયાદ નોંધાવી છે કે ઉત્તરાયણના દિવસે તેઓ ઘરે હાજર હતા અને તેમની પુત્રવધુ કામધંધેથી બપોરે વહેલી આવી હતી.
આ સમયે પોતાનો પુત્ર દિપક ઉર્ફે પિન્ટું નરેદ્રભાઇ ચારણ ઉત્તરાયણ દિવસે બપોરે દારુ પીને આવ્યો હતો અને પત્ની સાથે તકરાર કરીને મારઝૂડ કરતો હતો. તકરારનો અવાજ આવતા આવતા ફરિયાદી ઘરમાં દોડી આવ્યા હતા આ સમયે તેમનો પુત્ર બેભાન હાલતમાં પડેલો હતો, બીજી તર તેની પત્ની મારી ભુલ થઇ ગઇ તેવી બુમો પાડતી હતી.
ફરિયાદીએ પૂછતાં તેણીએ કહ્યું કે તેના પતિ દારુ પીને આવ્યા હતા અને તેમની સાથે તકરાર કરીને મારઝૂડ કરતા હતા જેથી આવેશમાં આવીને પ્રતિકાર ફેંકતા ભુલથી ગળુ દબાવી દીધું હતું જેથી ગભરામણ થઇ હતી.
તુંરત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં ફરજ પરના ડૉકટરે મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.