પતિના બીજી સ્ત્રી સાથે આડા સબંધમાં અમદાવાદની મહિલાનો ઘર સંસાર પડી ભાગ્યો
અમદાવાદમાં ઘરેલું હિંસાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ઇસનપુરમાં રહેતી મહિલાની કૂખે બે દિકરીનો જન્મ થયા બાદ સાસરીયા દ્વારા તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી એટલું જ નહી પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબંધો હોવાથી પત્નીને મારઝૂડ કરવામાં આવતી હતી. આ બનાવ અંગે ઇસ્ટ મહિલા પોલીસે પતિ સામે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે ઇસનપુરમાં રહેતી ૩૦ વર્ષની મહિલાએ ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ઘોડાસર વિસ્તારમાં ેરહેતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૯ વર્ષ પહેલા લગ્ન થયા હતા.
લગ્ન બાદ પતિ નશો કરીને મોડા સુધી ઘરે આવતા ન હતા અને ઘરની કોઇ જવાબદારી નિભાવતા ન હતા, પત્ની કંઇ પણ પૂછે તો મારઝૂ કરીને પતિ માનસિક શારિરીક ત્રાસ ગુજારતો હતો.એ ટલું જ નહી મહિલાને કુખે બે દિકરીનો જન્મ થયા બાદ હેરાન ગતિ વધી ગઇ હતી.
બે મહિના પહેલા અસહ્ય ત્રાસના કારણે મહિલા કંટાળીને પિયરમાં રહેવા જતી રહી હતી અને બાદમાં સાસુ તથા સસરા અને સગા વ્હાલા જુદા જુદા બહાના બચાવીને સંતાનો ને લઇ ગયા હતા,બાદમાં પતિ સાથે સંતાનો રહેતા હતા પાછા આપતા ન હતા. બીજી તરફ મહિલાને તેડી પણ જતા ન હતા. આ બનાવ અંગે પૂર્વ મહિલા પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.