આ જાણીતી અભિનેત્રી પાસે સારવાર કરાવવા માટે પૈસા પણ ખૂટી ગયા
ટીવી એક્ટ્રેસ અનાયા સોનીની હેલ્થ ખૂબ ક્રિટિકલ છે. ટીવી શો ‘મેરે સાઈ’ ના શૂટિંગ દરમિયાન અનાયા સોની અચાનક બેભાન થઈને પડી ગઈ હતી જે બાદ તેમને હોસ્પિટલમાં એડમિડ કરવામાં આવ્યા. એક રિપોર્ટ અનુસાર અનાયાની હાલત હજુ સુધી સારી થઈ નથી અને કોમ્પલિકેશન્સ ખૂબ વધી ગયા છે. અનાયાના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને ફેન્સને તેમની હેલ્થની અપડેટ આપવામાં આવી છે.
બદલવી પડશે ખરાબ થઈ ચૂકેલી કિડની
આ સિવાય અનાયાના પિતાએ વાતચીત દરમિયાન જણાવ્યુ કે તેમની એક કિડની સમગ્ર રીતે ખરાબ થઈ ગઈ છે. તેમની ખરાબ થઈ ચૂકેલી કિડનીને બદલવી પડશે. અનાયા ડાયાલિસિસ પર છે અને તેમના આરોગ્ય પર ખૂબ ખર્ચ થઈ રહ્યો છે. જેને તેમના પરિવાર માટે પણ સંભાળવુ સરળ નથી.
સારવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ
અનાયાના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી અને તેમના માટે પુત્રીની સારવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ થઈ રહ્યો છે. અનાયાએ તાજેતરમાં જ પોતાની હેલ્થની પરિસ્થિતિ જણાવતા એક ઈન્સ્ટા પોસ્ટ કરી જેમાં તેમણે જણાવ્યુ, ડોક્ટર્સ કહી રહ્યા છે કે મારી કિડની ફેલ થઈ ગઈ છે અને મને ડાયાલિસિસ પર જવુ પડશે. સોશિયલ મીડિયા પર યુઝર્સે તેમને આયુર્વેદિક સારવાર માટે શિફ્ટ કરવાની સલાહ આપી છે.
અનાયાએ લખ્યુ, મારા માટે દુઆ કરો
અનાયાએ લખ્યુ, મારુ ક્રિએટાઈન માત્ર 15.67 પર આવી ગયુ છે અને હીમોગ્લોબિન 6.7 પર છે. મારી હાલત ખૂબ જ ગંભીર છે. સોમવારે અંધેરી ઈસ્ટ વાળા હોલી સ્પિરિટમાં એડમિટ થઈ રહી છુ. મારા માટે દુઆ કરો. મારી જિંદગી સરળ નથી પરંતુ હુ આજમાં જીવીને તેને સરળ બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી. આ સમય પણ પસાર થઈ જશે. મારી કિડની ટૂંક સમયમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ જશે. ડાયાલિસિસ બાદ કિડની માટે અપ્લાય કરીશ.