શ્રીમંત એક્ટર જેકી ચેનની પુત્રી પાસે રહેવા ઘર નથી
મુંબઇ : વિશ્વના સૌથી ધનવાન અભિનેતાઓની યાદીમાં છઠ્ઠા ક્રમે સ્થાન ધરાવતા જેકી ચેનની પુત્રી એટા એનજી પાસે રહેવા ઘર નથી અને તે બેસહારાની જેમ જીવે છે અને ધર્માદાનું ખાઈને દિવસો પસાર કરે છે. તાજેતરમાં વિશ્વના સૌથી શ્રીમંત અભિનેતાઓની યાદીમાં જેકી ચાનનું પણ નામ સામેલ કરાતાં ઈન્ટરનેટ પર લોકો તેની દીકરી એટાના જૂના વીડિયો ફંફોસી રહ્યા છે.
જેકી પાસે ૪૨ અબજ ડોલરની સંપત્તિ છે. તેની કાયદેસરનાં લગ્ન જોઆન લિન સાથે થયાં છે. તેનાથી તેને એક પુત્ર પણ છે. જોકે, આ ઉપરાંત જેકીનું અગાઉ મિસ એશિયા એલેન એનજી સાથે પણ અફેર હતું. એલેનથી તેને એક દીકરી છે જેનું નામ એટા છે.
એટા વખતો વખત પોતાની આર્થિક સ્થિતિનું બયાન કરતા વીડિયો રિલીઝ કરે છે. જેકી ચાનની દીકરી એક પુલ નીચે બેસહારાની જેમ જીવે છે અને ધર્માદાનું અનાજ મેળવીને ખાય છે તેવા વીડિયો વાયરલ થતાં જેકી ચેનનું ભારે ટ્રોલીંગ થયું હતું. હવે જેકીનું નામ વિશ્વના સૌથી શ્રીમંત એક્ટર્સમાં મુકાતાં આ વીડિયો ફરી વાયરલ થયા છે.
૧૯૯૯માં જેકીએ પબ્લિક સમક્ષ કબૂલ કર્યું હતું કે એલન જેકીની પુત્રી એટા સાથે ત્યારે ગર્ભવતી હતી. જોકે જેકીને તેની ગર્ભાવસ્થાની જાણ થતાં જ તેણે આ સંબંધ તોડી નાખ્યો હતો. તેથી એટા જાણતી જ નહોતી કે તેનો પિતા કોણ છે.
૨૦૧૫માં એટાએ બ્રિટિશ મીડિયાને કહ્યું હતું કે હું મારા પિતાથી ગુસ્સે પણ નથી અને તેને કદી જોવા પણ માંગતી નથી. એટાએ૨૦૧૭માં લેસ્બિયન હોવાનું કહ્યું હતું અને તેણે એન્ડી ઓટમ સાથે લગ્ન પણકરી લીધા હતા.આ બન્નેના વીડિયો લીક થતાં જ બન્ને બેઘર બની ગયા હતા તેમજ પુલ નીચે રહેવા મજબૂર બની ગયાં હતાં.