GUJARAT

AAPના નેતા અલ્પેશ કથીરિયા લગ્નના બંધને બંધાયા, જુઓ વરરાજાની તસવીરો

ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નના બંધને બંધાયા છે. આ બન્નેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી જે હાલ બહુ જ વાયરલ થઈ હતી. સુરતના આંગણે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા લગ્નના બંધને બંધાયા હતાં. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાના લગ્નમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ખાસ હાજરી આપી હતી.

અલ્પેશ કથીરિયાએ કાવ્યા પટેલ સાથે સાત ફેરા લઈ નવા જીવનની શરુઆત કરી છે. આ દરમિયાન અલ્પેશ કથીરિયાની પીઠી વિધિની તસવીરો સામે આવી છે. અલ્પેશ કથીરિયાએ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યા છે.

સુરતની વરાછા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર અલ્પેશ કથીરિયાએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ ઉપરાંત ઓલપાડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડનાર ધાર્મિક માલવયા પણ લગ્નગ્રંથીથી જોડાયા છે.

ધાર્મિક માલવિયાએ મોનાલી હિરપરા સાથે નવા જીવની શરુઆત કરી છે. પાટીદાર આંદોલનથી લાઈમલાઈટમાં આવનાર અલ્પેશ કથીરિયા વ્યવસાયે વકીલ છે અને આ વખતે આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી.

પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલની સાથે રહેનાર અલ્પેશ કથીરિયા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનો વતની છે. મધ્યમ વર્ગના પરિવારમાં આવનારા અલ્પેશને પાટીદાર આંદોલન બાદ જેલમાં પણ જવું પડ્યું હતુ. અલ્પેશ કથીરિયા ‘ગબ્બર’ના હુલામણા નામે પણ ઓળખાય છે.

અલ્પેશ કથીરિયાએ ભાજપનાં નેતા સાથે સગાઇ કરતાં લોકોમાં કુતૂહલ પણ વ્યાપ્યું છે. PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે આજે સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ નકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ રહી ચુકેલા કાવ્યા પટેલ સાથે સગાઈ કરી છે. એક વાત કહી શકાય કે રાજકારણમાં કોઈ ક્યારે મિત્ર કે શત્રુ હોતા નથી, મોટા ભાગના આંદોલનકારી નેતાએ રાજકીય પક્ષમાં જોડાઈ ચુક્યા છે, પરતું અલ્પેશ કથીરિયાએ હજુ સુધી કોઈ પક્ષ સાથે જોડાયા નથી, તો ભવિષ્યમાં તે કયા પક્ષા સાથે જોડાશે તેના પણ સૌની નજર છે. હાલ તો અલ્પેશ કથીરિયાએ સગાઈ કરી છે તેઓ ટૂંક સમયમાં લગ્નગ્રંથી જોડાશે તેવું મનાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *