અભિનેતા આમિર ખાનની પુત્રી આયરાએ બોયફ્રેન્ડ નુપુર સાથે કરી સગાઈ
મુંબઈ : વિતેલા દાયકાનો સુપરસ્ટાર આમિર ખાન હવે શ્વસુર બની ગયો છે. તેની દીકરી આયરાએ પોતાના બે વર્ષ જૂના બોયફ્રેન્ડ નુપુર સાથે સગાઈ કરી લીધી છે. નુપુરે બહુ ફિલ્મી ઢબે આયરાને પ્રપોઝ કર્યું હતું અને પછી તેને સગાઈની રિંગ પહેરાવી હતી.
ખુદ આયરાએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો. નુપુર આયરા કરતાં ૧૨ વર્ષ મોટો છે અને તે બોલીવૂડનો સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે. એક સમયે તે ખુદ આમિર ખાનને પણ ટ્રેનિંગ આપી ચૂક્યો છે.
આ ઉપરાંત સુસ્મિતા સેનના ટ્રેનર તરીકે પણ તે જાણીતો બન્યો હતો. આયરા અને નુપુર આશરે બે વર્ષથી રિલેશનશિપમાં છે. તેમણે ક્યારેય પોતાના સંબંધો છૂપાવ્યા નથી અને સોશિયલ મીડિયા પોસ્ટસ પર તેમનો પ્રેમ સરેઆમ જગજાહેર કરતાં રહ્યું છે.
આયરા આમિર અને તેની પહેલી પત્ની રીના દત્તાનું સંતાન છે. આમિરે રીનાને છૂટાછેડા આપ્યા બાદ કિરણ રાવ સાથે લગ્ન કર્યાં હતાં અને બાદમાં તેને પણ છૂટાછેડા આપી દીધા હતા. જોકે, આમિર અને કિરણ હજુ પણ લગભગ સાથે જ રહે છે અને બધે સાથે જ જોવા મળતાં હોય છે.