સુરતમાં ચાર વર્ષનો બાળક પાંચનો સિક્કો ગળી જતાં પરિવારજનોમાં દોડાદોડ
સુરત : પાંડેસરામાં આજે ગુરુવારે સવારે બાળક પાંચનો સિક્કો ગળી જતા સવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, સિક્કો પેટમાં ઉતરી ગયો હોવાથી તે જોખમમુક્ત બન્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં હરિઓમ નગરમાં રહેતો ૪ વર્ષીય પ્રેમ મુકેશ પટેલ આજે સવારે ઘરમાં તેના ભાઈ સાથે રમતો હતો અને તેની માતા રસોઈ બનાવી રહી હતી. તે સમયે પ્રેમ અચાનક મોઢામાં પાંચનો સિક્કો મૂકીને માતા પાસે આવીને મોબાઇલ માંગતો હતો. ત્યારબાદ તેની પાસે સિક્કો નહી મળતા માતા અને અન્ય સંતાનો ચિંતામાં મુકાયા હતા. અને ગભરાઇને બાળકને લઇને નવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા.
અહી ડોક્ટરે તેમને એક્સ રે કરાવ્યું હતું. જેમાં બાળકના પેટમાં સિક્કો દેખાયો હતો. જેથી ત્યાંના ડોક્ટરે સર્જરી વિભાગમાં ડોક્ટરને રીફર કર્યા હતા. બાદમાં ડોક્ટરે કહ્યું હતું કે સિક્કો ગળામાં ફસાયેલો હોત તો મુશ્કેલી સર્જાઇ હોત.
ખોરાક ખવડાવાથી કુદરતે હાજત વડે સિક્કો નીકળી જશે એમ ડોકટરે જણાવતા પરિવાર બાળકને ઘરે લઇ ગયું હતું. પરિવાર મૂળ બિહારના નાલંદાનો વતની છે મુકેશભાઇ જરીકામ સાથે સંકળાયેલા છે. તેમને બે પુત્ર અને એક પુત્રી છે.