26 વર્ષની ઉંમરના યુવાને એક-બે નહીં પણ 21 લગ્ન કર્યાં, કારણ જાણીને ચોંકી જશો
તમિલનાડુના તંજાવુરમાં આવેલા રામનાપુડીમાં કાર્તિક રાજા એક પછી એક યુવતીઓને ફસાવતો હતો. તે એટલો કુશળ હતો કે યુવતીઓ સાથે લગ્ન માટે માતા પિતાને પણ મનાવી લેતો હતો. છેવટે પોલીસના હાથે પકડાતા તેને લગ્ન કરવાની મોડસ ઓપડેન્ટસીનો ખુલાસો કર્યો હતો.
તે એટલો શાતિર હતો કે લગ્ન ઇચ્છુક યુવતી અને તેના પરીવારના ઘેર કુંવારો હોવાનું નાટક કરતો હતો.તેનો લગ્ન કરવાનો એક માત્ર હેતું દહેજના પૈસાથી એશ કરવાનો હતો. જેવા દહેજના પૈસા વપરાઇ જાય કે તરત જ બીજી છોકરીને ફસાવવા છુ મંતર થઇ જતો હતો. દરેક છોકરીઓ પાસે પોતાનું નામ બદલી નાખતો હતો. તેને યુવતીઓ સાથે પ્રેમ સંબંધ નહી પરંતુ લગ્ન કરવામાં જ રસ હતો કારણ કે તે જાણતો હતો કે દહેજ લગ્ન કરે તો જ તેને મળી શકે તેમ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લે માર્ચ મહિનામાં ૨૧માં લગ્ન રાની નામની છોકરી સાથે કર્યા હતા.
રાનીને છોડીને ભાગી જતા યુવતીના પરીવારજનોએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. કારણ કે દહેજમાં જમાઇ કાર્તિકને પાંચ એકર જમીન, સોનું અને દોઢ લાખ રુપિયા રોકડા આપ્યા હતા. આટલુ આપ્યા પછી પણ બીજા પૈસાની માંગણી કરીને રાનીને પરેશાન કરતો હતો.પોલીસે ઘનિષ્ઠ તપાસ કરીને લગ્ને લગ્ને કુંવારા એવા કાર્તિકને પકડી લીધો હતો.
૨૬ વર્ષની ઉંમરે ૨૧ લગ્ન કર્યા હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તમામ ગુનાઓ કબૂલી લીધા પછી ૨૦ યુવતીઓના માતા પિતાએ પણ ઠગાઇ કરીને દહેજની લાલચમાં લગ્ન કર્યા હોવાની પોલીસને રજૂઆત કરી હતી. આ ચિટર શખ્સની સાથે બીજા કોણ સંક્ળાયેલા છે તેના રેકેટ અંગે પોલીસ તપાસ કરી રહી છે.