22 વર્ષની સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર લીના નાગવંશીએ કરી આત્મહત્યા

હાલમાં જ 20 વર્ષની તુનિષા શર્માની આત્મહત્યાએ બધાને ચોંકાવી દીધા હતા અને આ દરમિયાન હવે છત્તીસગઢના રાયગઢમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 22 વર્ષની સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર લીના નાગવંશીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસ લીનાના મૃત્યુની તપાસ કરી રહી છે અને અત્યાર સુધી તેને આત્મહત્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 22 વર્ષની લીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી અને તેણે બે દિવસ પહેલા જ તેની રીલ્સ શેર કરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે છત્તીસગઢ પોલીસના સબ ઈન્સ્પેક્ટર ઈંગેશ્વર યાદવે કહ્યું કે, લગભગ 1:00 વાગ્યે અમને સૂચના મળી કે, લીના નાગવંશી નામની એક 22 વર્ષીય છોકરીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જ્યાં સુધીમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં ઘરવાળાએ તેને ઉતારી લીધી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. લીના ઈન્સ્ટાગ્રામ સાથે સાથે યુટ્યુબ પર પણ ખૂબ એક્ટિવ રહેતી હતી અને તેની એક ચેનલ પણ હતી. 

લીના સોશિયલ મીડિયા સ્ટાર હતી

લીના નાગવંશી છત્તીસગઢના રાયગઢની લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર હતી. 22 વર્ષની લીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. લીનાના ઈન્સ્ટાગ્રામ પર 10 હજારથી વધુ ફોલોઅર્સ હતા અને ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ હતી. લીનાની પોતાની એક લોકપ્રિય યુટ્યુબ ચેનલ પણ હતી.

વીડિયો બનાવવાની શોખીન હતી

લીનાના પરિવારજનો પાસેથી કોઈ જ જાણકારી નથી મળી પરંતુ લીનાને ઓળખનારાએ કહ્યું હતું કે, તે ખૂબ બિંદાસ સ્વભાવની હતી. લીના ફોનમાં વીડિયો બનાવવાની શોખીન હતી તેથી તે હંમેશા રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *