11 વર્ષનો ટેળિયા 3,600 કિલોમીટર ચાલીને નર્મદા પરિક્રમા કરશે
કાકા કાલેલકરે કહ્યું છે કે મા નર્મદાના દર્શન માત્રથી માનવીના સર્વ દુખ દુર થઇ જાય છે અને દુનિયામાં નર્મદા એક માત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં દર વર્ષે 2 લાખ કરતાં પણ વધારે પરિક્રમાવાસીઓ આવતાં હોય છે ત્યારે નર્મદા મૈયાની 3 હજાર કિમી કરતાં પણ વધારે લાંબી નર્મદાની પરિક્રમાએ નીકળેલો 11 વર્ષીય પિયુષ સૌના આર્કષણનું કેન્દ્ર બન્યો છે.
દાદા-દાદી જોડે નર્મદા નદીની પરિક્રમા શરુ કરી
મધ્યપ્રદેશનો રહેવાસી 11 વર્ષીય પિયુષે દાદા-દાદી સહારો બની પરિક્રમા શરુ કરી હતી. એક મહિના પહેલાં તેણે દાદા-દાદી સાથે ઓમકારેશ્વરથી નર્મદાની પરિક્રમાની શરૂઆત કરી હતી. 3,600 કિલોમીટરની અત્યંત કઠોર પરિક્રમા અનેક કસોટીઓ અને પડકારોની વચ્ચે પુરી કરવામાં આવે છે. 11 વર્ષીય પિયુષ સાવલેએ 1 મહિના પૂર્વે ઓમકારેશ્વર થી દાદા-દાદી જોડે નર્મદા નદીની પરિક્રમા શરુ કરી છે. પરિક્રમાનો પહેલો પડાવ પૂર્ણ કરવાની આરે છે.
પરિક્રમાનો એક પડાવ પૂરો કર્યો
આજેઅડધી નર્મદા નદીની પરિક્રમાપૂર્ણ કરવા જઈ રહ્યો છે. દરરોજ નર્મદા માતાજીની આરતી સાથે નર્મદા ચાલીસાનું પથન કરી રહયો છું. મારા દાદા-દાદીનો સહારો બનવાની સાથે મારૂ નર્મદા પરિક્રમાનું સ્વપ્ન સાકાર થઇ રહયું છે. માર્ગમાં અનેક વિધ્નો આવ્યાં પણ માતાજીના આર્શીવાદ છે. હું અને મારા દાદા અને દાદી નર્મદે હ બોલતા બોલતા આગળ વધી રહયાં છીએ. પિયુષ સાવલે, નર્મદા પરિક્રમાવાસી
શાળાના શિક્ષકે પિયુષને 3 મહિનાની રજા આપી દીધી
પિયુષ ધોરણ- 5માં અભ્યાસ કરે છે ત્યારે શાળા શિક્ષક પાસે જઇને રજાની માગણી કરવામાં આવી પહેલાં તો શિક્ષક મુંઝાયા હતાં પણ બાળકનો આત્મવિશ્વાસ જોઇને 3 મહિનાથી રજા આપી દીધી છે.
દાદા-દાદીએ કહયું : બહુ ચાલવું પડશે
પિયુષના દાદા ગોવિંદ સાવલેએ જણાવ્યું હતું કે પિયુષ મનોહર સાવલે મારો પૌત્ર છે. હું અને મારા પત્ની નર્મદા પરિક્રમાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેણે જીદ પકડી કે હું પણ નર્મદાપરિક્રમા કરીશ જ. તેને સમજાવો કે ખુબ ઠંડી હશે. બહુ ચાલવું પડશે અનેક કઠિનાઈ આવશે. છતાં તે માન્યો જ નહિ.