GUJARAT

મોટી બિલ્ડિંગને તોડ્યા વગર જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડાઈને રચ્યો ઈતિહાસ

ચીને એક મોટી બિલ્ડિંગને તોડયા વગર જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીને ઇતિહાસ રચ્યો હતો. ૩૮૦૦ ટનની આ વિશાળ બિલ્ડિંગને અન્ય જગ્યાએ ખસેડવા માટે વોકિંગ મશીનનો ઉપયોગ કરવામા આવ્યો હતો. જેના માટે આ બિલ્ડિંગની નીચે સ્લાઇડિંગ રેલ નાખવામાં આવી હતી.

આ સ્લાઇડિંગ રેલ પાટા જેવી જ હોય છે. જે સ્થાને ઇમારત હતી ત્યાંથી જ્યાં લઇ જવાની હતી ત્યાં સુધી આ પાટા જેવી સ્લાઇડ નાખવામાં આવી હતી.

ઇમારતને સૌથી પહેલા જમીનથી ઉંચી કરી લેવાઇ હતી જે બાદ નીચે સ્લાઇડિંગ રેલ ફીટ કરી દેવાઇ હતી. આ અદભૂત નજારો ચીનના શાંઘાઇમાં જોવા મળ્યો હતો જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

૩૮૦૦ ટનની આ વિશાળ બિલ્ડિંગને અન્ય જગ્યાએ ખસેડવા માટે વોકિંગ મશીનનો ઉપયોગ કરવામા આવ્યો હતો. જેના માટે આ બિલ્ડિંગની નીચે સ્લાઇડિંગ રેલ નાખવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *